રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્રારા રાજકોટ જિલ્લાનાં ૩૭૫ બાળકોને સ્પેશ્યલ મેગા ડ્રાઈવ દ્રારા રસીકરણથી રક્ષિત કરવામાં આવ્યા હતા.
હાલ રાષ્ટ્ર્રીય રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે પોલીયો, ધનુર, ઓરી, બેલા, ન્યુમોનીયા, બાળકોમાં થતા ઝાડા, બાળ ટીબી, ડીપ્થેરીયા, પોર્ટુશિશ, હીમોફેલિયા, ઝેરી કમળો, જેવા જુદા જુદા રોગો સામે બાળકોને રક્ષણ આપે છે. રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે બાળકોનો સર્વે કરી, જે બાળકોએ એક વર્ષ અગાઉ કોઈપણ રસીનો ડોઝ લીધેલ હોય પરંતુ કોઈપણ કારણોસર છેલ્લા એક વર્ષ દરમ્યાન કોઈપણ રસીનો એકપણ ડોઝ લીધેલ ન હોય તેવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘના જણાવ્યાનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ ૫૮૬ બાળકો મળી આવ્યા હતા, જેના રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં સ્પેશ્યલ મેગા ડ્રાઇવ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૮૯ સેશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ સેશનના પ્લાનિંગ પ્રમાણે ટીમ તૈયાર કરવામાં આવી હતી. આશા વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, એમ.પી.એચ. ડબલ્યુ., આર.બી.એસ.કે., મેડીકલ ઓફિસરની ટીમ દ્રારા વાડી વિસ્તાર, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, સ્લમ વિસ્તાર કે યાં રસીકરણમાં છુટી ગયેલ બાળકોનું ૮૪ સેશનમાં ૫૮૬ બાળકોમાંથી ૩૭૫ બાળકોને રસીકરણ કરી રક્ષિત કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં બસની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મૃત્યુ
December 26, 2024 10:44 AMજામનગર કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથનું સ્વાગત
December 26, 2024 10:41 AMગાઝાની અલ-અવદા હોસ્પિટલ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈક, 5 પત્રકાર સહિત 10ના મોત
December 26, 2024 10:38 AMવેરાવળમાં શાહીગરા કોલોનીમાં ૪૫ પાકા મકાનોનું દબાણ દૂર કરાયું
December 26, 2024 10:37 AMજામનગર આપ દ્વારા ઝઘડિયાની દુષ્કર્મપીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ
December 26, 2024 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech