રાજકોટ શહેરમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષીએ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષીએ 30 સપ્ટેમ્બર 2024 સુધી રાજકોટ શહેરના કોલેરાગ્રસ્ત / કોલેરા ભયગ્રસ્ત વિસ્તારો ખોડીયારનગર, પુનીતનગર પાસે, વાવડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત નીચે મુજબ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
બરફ અંગે :
- બરફના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.
- ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં.
પાણી અંગે :
- પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદીને પાણી મેળવવામાં, પાણી દુષિત થવાની શક્યતા રહેલી હોવાથી ખાડા ખોદી પાણી ન મેળવવું.
- શહેરના તમામ મકાનોમાં આવેલા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. અને પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.
ખાદ્યપદાર્થો અંગે :
- ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા.
- શાકભાજી / ફળફળાદિના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ ન કરવું.
- શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ / ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા.
- ખાણીપીણીની વસ્તુઓ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્યપદાર્થ ફરજીયાત ઢાંકી રાખવા તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.
- બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ છે.
- શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે.
- વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો.
- જમતા પહેલા સાબુથી હાથ ધોવા.
જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech