રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા આવતીકાલે રાષ્ટ્ર્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને તે અંતર્ગત વિવિધ ચૂંટણી કામગીરી કરનાર અધિકારીઓ તેમજ નવા મતદારોનું સન્માન કરવામાં આવનાર છે.
૨૫ જાન્યુઆરી એટલે કે રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ. મતદારોની શકિતને અનેરી ઓળખ આપતા આ દિવસે રાજકોટ ખાતે યોજાનારા કાર્યક્રમ દ્રારા વિશિષ્ટ્ર ઉજવણી કરવામાં આવશે. જેમાં નવા મતદાતા, ગત ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ, કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવ ૨૦૨૪ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ દ્રિતીય અને તૃતીય ક્રમ મેળવેલ શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.
રાષ્ટ્ર્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લાના ત્રિનય પરાગભાઈ વોરા, ઋતુરાજ દેવરાજભાઈ નાંગલ, કોમલ જગદીશભાઈ જાદવ, વિરલભાઈ ડી.શીંગાડીયા, ગોપાલ હરેશભાઈ રોજાસરા અને ફોરમ કેતનભાઇ રામોલિયાને શ્રે કેમ્પસ એમ્બેસેડર તરીકે સન્માનિત કરાશે. આ સાથે જ લોકસભા ૨૦૨૪ દરમિયાનમાં વિધાનસભા ૬૮ થી લઈ વિધાનસભા ૭૫ માં બુથ કક્ષાએ મતદારોની ઓળખ અને જરી ફોર્મના વિતરણ તેમજ તે અંતર્ગત કરેલી શ્રે કામગીરી અન્વયે ૨૪ બી.એલ.ઓને પણ સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ યુવા મતદાર મહોત્સવ ૨૦૨૪ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ ૧૪ સ્પર્ધકોને પોસ્ટર ડિઝાઇન, ઈ–પોસ્ટર, વિડીયો સંદેશ જેવી કૃતિઓ માટે રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. જેમાં સ્પર્ધકોને ૫૦૦ થી ૨૫૦૦ સુધીના પુરસ્કારો કેટેગરી વાઈઝ એનાયત કરવામાં આવશે. સાથે જ નવા મતદારો તરીકે જોડાયેલા વિવેક સોઢીયા, હરેશભાઈ ડાભી, મેહુલ ગોંઢા, દિશાબેન લોટીયા, તુષાર ગોંડલીયા, ધ્રુમિલ વાજા, હર્ષ મોલીયા, અરમાન કંડીયા અને ક્રિશ સગપરિયાને પણ જાગૃત અને યુવા મતદાતા તરીકે સન્માનિત કરી નવાજવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં મતદાતાઓની સંખ્યા હાલ કુલ ૨૩ લાખ ૭૪ હજાર ૬૦૪ છે.જેમાં ૧૨,૨૮,૨૫૦ પુષો તેમજ ૧૧,૪૬, ૩૦૯ મહિલા મતદારો, ૪૫ ટ્રાન્સજેન્ડર મતદારો અને ૨૨૫૬ દિવ્યાંગ મતદારો સમાવિષ્ટ્ર છે. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો વિધાનસભા વિસ્તાર ૬૮ રાજકોટ પૂર્વમાં ૧,૬૦,૭૫૪ પુષો ૧,૪૫,૭૨૮ મહિલાઓ અને ૯ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૩,૦૬,૪૯૧ મતદારો, વિધાનસભા વિસ્તાર ૬૯ રાજકોટ પશ્ચિમમાં ૧,૮૪,૨૨૪ પુરૂષો ૧,૭૯,૪૫૫ મહિલાઓ અને ૪ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૩,૬૩,૬૮૩ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૦ રાજકોટ દક્ષિણમા ૧,૩૩,૧૩૧ પુરૂષો ૧,૨૫,૯૯૫ મહિલાઓ અને ૧૩ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૨,૫૯,૧૩૯ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૨,૦૭,૩૦૭ પુષો ૧,૮૭,૮૫૦ મહિલાઓ અને ૬ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૩,૯૫,૧૬૩ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૨ જસદણમાં ૧,૩૮,૩૮૭ પુષો ૧,૨૮,૪૭૬ મહિલાઓ સાથે કુલ ૨,૬૬,૮૬૩ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૩ ગોંડલમાં ૧,૨૦,૩૪૯ પુષો ૧,૧૨,૯૦૭ મહિલાઓ અને ૭ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૨,૩૩,૨૬૩ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૪ જેતપુરમા ૧,૪૫,૦૫૯ પુરૂષો ૧,૩૪, ૮૪૫ મહિલાઓ અને ૪ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૨,૭૯,૯૦૮ મતદારો, વિધાનસભા વિસ્તાર ૭૫ ધોરાજીમાં ૧,૩૯,૦૩૯ પુષો ૧,૩૧,૦૫૩ મહિલાઓ અને ૨ ટ્રાન્સજેન્ડર સાથે કુલ ૨,૭૦,૦૯૪ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મુછારએ જણાવ્યુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech