રાજકોટ એઈમ્સના લેબ ટેકનિશિયન સાથે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ

  • August 16, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતા સાગર શંભુભાઈ સાવલિયા ઉ.વ.૩૦ રહે.૧૫૦ ફટ રિંગરોડ સાથે બ્રિજેશ જેન્તીલાલ મારવાણિયા તેમજ બે બેન્ક એકાઉન્ટ નંબરધારક દ્રારા શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે રોકાણ કરાવી ૮૫,૭૦૦ રૂપિયાની છેતરપિંડી કર્યાના આરોપસર સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો મુજબ એકાદ વર્ષ પહેલા સાગરને શેરબજાર ઓનલાઈન ટ્રેડિંગમાં સારૂ વળતર મળશે તેવી લાલચ આપી ટ્રેડિંગ કરવા કહ્યું હતું. જેથી સાગરે ડિમેટ એકાઉન્ટના આઈડી પાસવર્ડ કોલ કરનાર બ્રિજેશને આપી દીધા હતા. બ્રિજેશે ઓપ્શન ટ્રેડિંગ કરતા એક લાખ જેવો એક સાહમાં લોસ થયો હતો. જેથી બ્રિજેશે આ લોસ રિકવર કરી દેશે અને રિકવર કરવો હોય તો બેન્ક એકાઉન્ટમાં થોડા નાણા ટ્રાન્સફર કરવા પડશે કહીં ફસાવ્યો હતો.
લોસ રિકવર કરવા માટે સાગરે આરોપી બ્રિજેશ દ્રારા અપાયેલા બેન્ક એકાઉન્ટમાં કટકે કટકે નાણા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બ્રિજેશ અન્ય એક એકાઉન્ટ નંબર આપતા તેમાં પણ નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા. લોસ રિકવર થતો દેખાતું નહતું. બ્રિજેશ દ્રારા હજી પણ ટ્રાન્સપર કરવા પડશે કહીં વધુ નાણાની માગણી કરાઈ હતી. અંતે યુવકને આરોપી પ્રત્યે શંકા ઉપજતા ગત વર્ષે તા.૮–૧૦–૨૩ના રોજ હેલ્પલાઈન પોર્ટલ ૧૯૩૦ નંબર પર ઓનલાઈન ફરિયાદ કરી હતી. ત્યારબાદ ૧૧–૧૦–૨૩ના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ઓનલાઈન અરજી ફરિયાદ આપી હતી.
અરજીના આધારે તપાસના અંતે પીઆઈ આર.જી.પઢિયારે આરોપી બ્રિજેશ, બે બેન્ક એકાઉન્ટ નંબરધારક તેમજ તપાસમાં કુલે તેની સામે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application