છોકરા અને છોકરીઓ વચ્ચે વધતી જતી અસમાનતાના પગલે અનેક યોગ્ય યુવકો લગ્નથી વંચિત રહી જાય છે. વિવિધ સમુદાયો અને જાતિઓમાં વહેંચાયેલા ભારત દેશના તમામ માનવ સમૂહો ઓછાવત્તા પ્રમાણમાં આ વિષમ સામાજિક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયે એક મહારાષ્ટ્રના ચુંટણી પ્રચારમાં એક નેતાએ અપરણીત યુવકોને લગ્ન કરાવી આપવાનું વચન આપતા આશ્ચર્ય સર્જાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ રાજયના બીડ જિલ્લાના પરલીથી ચુંટણી લડતા રાજેસાહેબ દેશમુખને ચુંટણી પ્રચાર દરમિયાન કેટલાક ગામોમાં લાયક મુરતિયાને ક્ધયા ના મળતી હોવાની લોકોએ સમસ્યા જણાવી હતી. આ અંગે જો લોકો જીતાડશે તો યુવકોને પત્ની પણ લાવી આપવામાં આવશે એવું નિવેદન કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો વિધાયક બનીશ તો કુંવારાનો વિવાહ કરાવીશ. યુવાઓને રોજગાર પણ આપીશ. બીજા પણ કેટલાક ચુંટણી વચનો આપે છે પરંતુ નેતાએ કુંવારાના લગ્નનું વચન એટલે કે દુલ્હન લાવી આપવાની વાતથી રમૂજ ફેલાઇ છે.
પરલી વિધાનસભામાં વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં કૃષિમંત્રી ધનંજય મુંડે ચુંટણી લડી રહયા છે. તેમના પ્રતિ સ્પર્ધી તરીકે દેશમુખ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.સામાન્ય રીતે ચુંટણી દરમિયાન વચનોની લ્હાણી થતી હોય છે. કેટલાક પુરા પણ કરવામાં આવતા હોય છે અને કેટલાકને જુમલો ગણીને ઉપહાસ કરવામાં આવતો હોય છે. યુવકોને લગ્ન માટે ક્ધયા લાવી આપવાનું નિવેદન સાવ જુદા જ પ્રકારનું છે.
ઘણા નેતાઓને અપરણીત યુવાઓ અંગે રજૂઆત થતી હોય છે એ સમયે ઉમેદવારો મૌન થઇ જતા હોય છે કારણ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં દરેકની સામાજિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે આવા સંજોગોમાં તેમની પાસે સમસ્યા સાંભળવા ઉપરાંત બીજો કોઇ ઉપાય હોતો નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહયા છે પરંતુ આવું વચન અગાઉ કોઇ નેતાએ કદાંચ આપ્યું નહી હોય એવી સોશિયલ મીડિયામાં ચચર્િ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech