ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંંજાના જથ્થા સાથે રાજસ્થાની ઝડપાયો

  • January 15, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૩૮ ગ્રામ ગાંજો કબ્જે : કયાંથી મેળવ્યો એ દિશામાં પોલીસની તપાસ

રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગિંગલા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે રહેતા અને કલર કામ કરતા મુકેશ અંબાલાલ ખીમજી કાલબેલિયા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના અંગત ફાયદા માટે તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલો ૧૩૮ ગ્રામ ગાંજાનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે ૧,૩૮૦ ની કિંમતના ગાંજા સાથે આરોપી મુકેશ કાલબેલિયાની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application