રાજકોટ જીલ્લામાં વરસાદી વાતાવરણ : સૌથી વધુ ઉપલેટા ૫૬ મીમી વરસાદ નોંધાયો

  • June 29, 2023 07:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના સમગ્ર તાલુકાઓમાં ધીમી ધારે મેઘમહેર થઈ રહી છે. ૨૯ જૂનના સાંજે છ વાગ્યા સુધીમાં ઉપલેટા તાલુકામાં ૫૬ મીમી, જસદણ તાલુકામાં ૪૫ મીમી, ધોરાજી તાલુકામાં ૩૦ મીમી, જામકંડોરણા તાલુકામાં  ૩૩ મીમી, જેતપુર તાલુકામાં ૨૭ મીમી, ગોંડલ તાલુકામાં ૧૦ મીમી, કોટડાસાંગાણી તાલુકામાં ૮ મીમી, લોધિકા તાલુકામાં પ મીમી, રાજકોટ તાલુકામાં ૨ મીમી અને વિછીયા તાલુકામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે, તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ-૨ ડેમ ભારે વરસાદને કારણે ૮૦ %  ભરાઈ ગયો છે. ડેમમાં હાલ  ૬. ૩૭ વાગ્યે ૧૬૬૬૬ કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી ૫૫ મી. તથા હાલની સપાટી ૫૩.૨૧ છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application