છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર્ર કચ્છમાંથી તો જાણે વરસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હોય તેવું ચિત્ર છે. રાયના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા પડી રહ્યા છે. પરંતુ ધોધમાર વરસાદ પડતો નથી. વરસાદ જતો પણ નથી અને આવતો પણ નથી તેવા આ વાતાવરણમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. ખેતરમાં ઊભેલા પાકને તડકો મળતો નથી અને સારો વરસાદ પણ પડતો નથી. આ બંને પરિસ્થિતિના કારણે ધાબડિયું વાતાવરણ હોવાથી પાકમાં જીવાત સહિતના પ્રશ્નો ઊભા થયા છે. લોકોમાં પણ રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના ૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ કયાંય પણ પૂરો એક ઈંચ પણ પાણી પડું નથી. સમગ્ર રાયમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતરમાં ૧૪ મીલીમીટર નોંધાયો છે.
કચ્છમાં તો કયાંય વરસાદનું ટીપું પણ પડું નથી. સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં પાંચ મિલીમીટર પડો છે. સુત્રાપાડા ગીર ગઢડા કેશોદ જુનાગઢ જિલ્લામાં ભેસાણ વંથલી માળીયા અમરેલી જિલ્લામાં ખાંભા દ્રારકા માં સામાન્ય ઝાપટા પડા છે. આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં રાયના માત્ર ૧૦ તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં પણ સામાન્ય ઝાપટાં જ છે. સૌરાષ્ટ્ર્રમાં એક માત્ર મોરબીમાં આજે સવારે ઝાપટું પડું છે.
દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધીની અરબી સમુદ્રની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ છે. તે સિવાયની કોઈ સિસ્ટમ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં જોવા મળતી નથી. અરબી સમુદ્રમાં તો પ્રતિ કલાકના ૪૫ થી ૫૫ કીલોમીટરની ઝડપે તોફાની પવન ફુકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઝારખંડમાં એક સાયકલોનિક સકર્યુલેશન છે અને તે સાંજ સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શકયતા છે. જોકે આ સિસ્ટમનો લાભ ગુજરાત સુધી લંબાય તેવી કોઈ શકયતા દેખાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech