રાજ્યમાં સવારે 6થી સાંજના 6 સુધી 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ પાંચ-છ દિવસમાં થયો.
વિગતવાર વાત કરીએ તો આજે 23 જુલાઈને મંગળવારના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એટલે કે છેલ્લા 12 કલાકમાં ગુજરાતના 154 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના માંડવીમાં પણ છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં પણ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ હવાઈ નિરીક્ષણ
CM ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલે લીધી છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તારાજીનો તાગ મેળવ્યો છે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની પરિસ્થિતિ ભૂપેન્દ્ર પટેલે નીહાળી છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો કુલ 33 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સરેરાશ વરસાદથી 27 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech