હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળશે મેઘરાજા

  • July 28, 2023 11:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં મેઘરાજાનું જોર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ વરાસાદી માાહોલ જોવા મળશે. 



રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ ગુજરાતના અનેક હિસ્સાઓમાં વરસી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમાં પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાનું વધુ જોર જોવા મળશે. જેમાં દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ પ્રકારની આગામી દક્ષિણ ગુજરાતના ભરુચ અને વલસાડ જિલ્લા માટે કરવામાં આવી છે. જ્યાં પણ ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application