દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટાનો દૌર જારી

  • August 13, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદ વરસ્યો નથી. ત્યારે સમય અંતરે જુદા-જુદા વિસ્તારોમાં હળવા તેમજ ઝાપટા વરસવાના જારી રહે છે. આ વચ્ચે ગઈકાલે રાત્રે તેમજ આજે સવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. સરકારી જારી કરવામાં આવેલા આંકડામાં ખંભાળિયા તાલુકામાં 6 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 6 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 7 અને કલ્યાણપુર તાલુકામાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ દ્વારકા તાલુકામાં સાડા 56 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 52 ઈંચ, ખંભાળિયા તાલુકામાં 47 ઈંચ અને ભાણવડ તાલુકામાં 30 ઈંચ થવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application