ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાની ગતિ નબળી પડી ગઈ છે. અરબી સમુદ્ર, બંગાળની ખાડી કે દેશના અન્ય ભાગમાં નવી પ્રભાવશાળી મોનસુન સિસ્ટમ ન સર્જાય ત્યાં સુધી હવે મેઘરાજા પોરો ખાય અને છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ચાલુ રહે તેવી શકયતા છે.
દક્ષિણ ગુજરાતથી કેરળની દરિયા પટ્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલું ઓફ શોર ટ્રફ એકાએક વધુ મજબૂત બની જતા વડોદરા સુરત સહિત દક્ષિણ ગુજરાતના અને અન્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. જોકે આજથી તે અસર પણ ઓછી થવાની શકયતા છે. ગઈકાલે વડોદરા શહેરમાં ચાર અને સુરતમાં એક ઈંચ વરસાદ પડો હતો.
કંટ્રોલમના જણાવ્યા મુજબ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં અઢી, છોટા ઉદેપુરમાં બે અને બોડેલીમાં દોઢ ઈંચ પાણી પડું હતું. આણદં જિલ્લાના બોરસદમાં અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં બબ્બે ઈચ પાણી પડું છે. ગોધરામાં દોઢ ઈંચ વરસાદનોંધાયો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૦૮ તાલુકામાં વરસાદ થયો છે. પરંતુ બાકી બધે સામાન્ય ઝાપટા છે.
સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદમાં સૌથી વધુ અડધો ઈંચ પાણી પડું છે. મોરબી શહેર અને જિલ્લાના માળિયા મીયાણામાં સામાન્ય ઝાપટા પડા છે. આવી જ રીતે રાજકોટ જિલ્લામાં જામકંડોરણા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા લખતર દ્રારકા જિલ્લામાં ભાણવડ જુનાગઢ જિલ્લામાં વંથલી ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર માં સામાન્ય ઝાપટા પડા છે અને કયાંય પૂરો અડધો ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. આજે સવારે છ થી આઠના પ્રથમ બે કલાકમાં રાયના ૧૨ તાલુકામાં વરસાદ થયો છે પરંતુ તેમાં પણ જુનાગઢ જિલ્લાના મેંદરડાને બાદ કરતા કયાંય ઝાપટું પણ પડું નથી.ગુજરાત જેવી જ સ્થિતિ દેશના મોટાભાગના રાયોમાં પ્રવર્તે છે. ઝારખડં હરિયાણા અને આસામમાં સાયકલોનિક સકર્યુલેશન સિસ્ટમ છે અને તેના કારણે અમુક રાયોમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ તેની તીવ્રતા પણ પ્રમાણમાં ઓછી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech