અમરેલી જિલ્લાના લાઠી, સાવરકુંડલા, ધારી, વડિયા પંથકમાં વરસાદ પડયો

  • June 28, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે.તેવામાં અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ધોધમાર વરસાદ પડ્યો છે.તેવામાં ગરમીના માહોલમાંથી લોકોને આંશિક રીતે રાહત મેળવી હતી તો બીજી તરફ ખેડૂતોએ વાવણી બાદ વરસાદ પડવાને કારણે ખુશી અનુભવી હતી.


અમરેલી જિલ્લાના લાઠી, સાવરકુંડલા, ધારી, વડીયા સહિતના પંથકોમાં વરસાદ પડ્યો હતો.ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં અચાનકજ વાતાવરણમાં પલટો આવવાની સાથે સવારથી જ વાદળ છાયું વાતવરણ સર્જાયું હતું .ઘનઘોર વાદળો વચ્ચે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા.ધારી પંથકમાં પણ ગીર કાંઠાના ડાંગાવદર,ખીચા,ખોખરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.બે દિવસ પહેલા પણ અહીં વરસાદ નોંધાયો હતો ત્યારે ફરી અહીં વરસાદ પડ્યો હતો.બીજી બાજુ વડીયા પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું.અહીં શહેરમાં વરસાદી ઝાપટું પડતા ગરમીથી આંશિક રાહત મળી હતી.અમરેલી જિલ્લામાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં લાઠી ૪૨મીમી, સાવરકુંડલા ૩૭મીમી, અને વડિયા/ધારીમાં ૬મીમી વરસાદ નોંધાયેલ હતો.
​​​​​​​
તો કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વાવણી કરી નાખવામાં આવી છે.તેવામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.તો આ વરસાદને કારણે ખેડૂતોએ વાવણી બાકી છે તેવા વિસ્તારોમાં વાવણી કરવાની શરૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application