જિલ્લાના કેટલાક તાલુકામાં વિજ કડાકા ભડાકા સાથે બુધવારે વરસાદ પડ્યો હતો.જ્યારે ભાવનગર અને વલભીપુરમાં ઝાપટા વરસ્યા હતા.
ભાવનગર શહેરમાં બુધવારે દિવસભર સખ્ત બફારો રહ્યા બાદ રાતના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ ક્યાંક ઓછો તો ક્યાંક વધુ પડ્યો હતો. અને ક્યાંક ન હોય. જેમ કે શહેરના મુખ્ય વિસ્તારોથી સરદારનગર સુધી પ્રમાણમાં સારો વરસાદ હતો.જ્યારે ભરતનગર અને કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં ઓછો હતો.ભાવનગર શહેરમાં ૪ મિમી.વરસાદ નોંધાયો હતો.જ્યારે વલભીપુરમાં ઝાપટુ પડયુ હતુ અને ૨ મિમી.વરસાદ નોંધાયો હતો.
મહુવા તાલુકાના બગદાણા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો. આથી રસ્તા પર પાણી વહેતા થતા વાતાવરણમાં ઠંડક - પ્રસરેલ. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં તૈયાર થયેલ મગફળી, કપાસ સહિતના પાકોને ભારે નુકશાન થવા પામેલ છે. તદઉપરાંત બગદાણા, મોણપર, ખારી, ગળથર, રાજાવદર, સેંદરડા સહિતના વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. તળાજામાં દેવળીયા અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech