મહાકુંભ માટે રેલવે ૩ હજાર સ્પેશિયલ, ૧૩ હજાર ટ્રેન દોડાવશે

  • December 09, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રયાગરાજ મહાકુંભ ૨૦૨૫માં ૪૦–૪૫ કરોડ ભકતો ઉમટી પડશે તેવી અપેક્ષા સાથે, ભારતીય રેલ્વેએ વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. ભકતોના ધસારાને પહોચી વળવા માટે ૩૦૦૦ સ્પેશિયલ ટ્રેનો સહિત ૧૩૦૦૦થી વધુ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ કરી છે અને વધુમાં ઉમેયુ છે કે રેલ્વેએ પ્રયાગરાજમાં ૫૦૦૦ કરોડ પિયાથી વધુનું રોકાણ કયુ છે. સરળ પરિવહન માટે ૨૧ નવા પુલ બનાવવામાં આવ્યા છે અને મેમુ ટ્રેન પણ પ્રથમ વખત દોડશે.
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ ૨૦૨૫માં લગભગ ૪૦–૪૫ કરોડ ભકતો અને પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. ભારતીય રેલ્વેએ તેમની સરળ અવરજવર માટે વ્યાપક તૈયારીઓ કરી છે.રેલ્વેએ મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓ પર એકલા પ્રયાગરાજમાં છેલ્લા ૨ વર્ષમાં ૫૦૦૦ કરોડ પિયાથી વધુનો ખર્ચ કર્યેા છે


અર્ધ કુંભથી વધુ ટ્રેનો દોડશે
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે, પ્રયાગરાજ વિસ્તારમાં સરળ રેલ કામગીરી માટે ૨૧ રોડ ઓવર બ્રિજ અને રોડ અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯માં યોજાયેલા કુંભ મેળામાં ૭૦૦૦ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું, યારે આ વખતે ૧૬૦૦૦થી વધુ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.જેથી ભકતોના આવાગમન માં કોઈતકલીફ ન સર્જાય.

મોદી ૧૩મીએ પ્રયાગરાજ આવે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ ડિસેમ્બરે પ્રયાગરાજ આવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રવિવારે મહાકુંભની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં, તેમણે સૌપ્રથમ ઝુંસી રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કાર્યેા અને મહાકુંભ ૨૦૨૫ ની તૈયારીઓનું નિરીક્ષણ કયુ.આ પછી, ઝુંસી સ્ટેશન પાસે ગંગા નદી પર પ્રયાગરાજ–વારાણસી રેલ્વે માર્ગના ડબલિંગ કાર્ય હેઠળ બનેલા નવા પુલ નંબર ૧૧૧નું નિરીક્ષણ કયુ. નિરીક્ષણ દરમિયાન, ફાફામૌ સ્ટેશન અને પ્રયાગ જંકશનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મહાકુંભ ૨૦૨૫ ની તૈયારીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રેલ્વે મંત્રીએ ફાફામૌથી પ્રયાગ અને પ્રયાગથી પ્રયાગરાજ જંકશન સુધી વિન્ડો ટ્રેઇલિંગ કરતી વખતે રેલ્વે ટ્રેકની સુરક્ષા વિશે પણ માહિતી લીધી હતી.

પ્રથમ વખત મેમુ ટ્રેન દોડશે
મહાકુંભ ૨૦૨૫ને ધ્યાનમાં રાખીને, પ્રથમ વખત ટૂંકા અંતર માટે મોટી સંખ્યામાં મેમુ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહાકુંભ ૨૦૨૫ની રેગ્યુલર ટ્રેનોમાં બંને તરફ એન્જિન લગાવવામાં આવશે, જેનાથી સમયની બચત થશે. સાથે જ શ્રધ્ધાળુઓ અને રેલ્વે મુસાફરોને પણ ઘણી સુવિધા મળશે.બનારસ અને પ્રયાગરાજ વચ્ચે રેલવે ટ્રેક ડબલ થવાને કારણે ટ્રેનોની સ્પીડ વધી છે. આ વિભાગમાં ૧૦૦ વર્ષ બાદ ઝુંસી અને દારાગજં વચ્ચે ગંગા નદી પર નવો રેલ્વે પુલ બનાવવામાં આવ્યો છે. ફાફામૌ–જંઘાઈ વચ્ચે બમણી થવાથી ટ્રેનની સંચાલન ક્ષમતામાં વધારો થયો છે.

વિવિધ સ્ટેશનો પર ૪૩ કાયમી હોલ્ડિંગ એરિયા બનાવાયા
મહાકુંભ ૨૦૨૫ દરમિયાન વધુ સારી સુવિધાઓ માટે, વિવિધ સ્ટેશનો પર ૪૩ કાયમી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. પ્રયાગરાજ વિસ્તારના તમામ સ્ટેશનો પર તમામ ફટ ઓવર બ્રિજ પર વન–વે ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સમયે, પ્રયાગરાજ વિસ્તારમાં સરળ રેલ કામગીરી માટે ૨૧ રોડ ઓવર બ્રિજ અને રોડ અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News