કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની નાસિકની મુલાકાત દરમિયાન મુખ્ય લોકો નિરીક્ષકો સાથે સુરક્ષિત ગાડી સંચાલન, ટેક્નોલોજીનું અપગ્રેડેશન, લોકો પાઈલટ્સ ના વિશ્રામ,નિયમિત તાલીમ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને લોકો નિરીક્ષકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. નાસિક ખાતે ઇન્ડિયન રેલ્વે ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ (આઈઆરઈઈએન ) માં તાલીમ લઇ રહેલા ચીફ લોકો ઇન્સ્પેક્ટર ની સાથે રેલવે મંત્રીએ ભારતીય રેલ્વે પર લોકોમોટિવ સંચાલનના આધુનિકીકરણ અને સલામતીનાં પગલાં વધારવા સંબંધિત વિવિધ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રેલવે મંત્રી વૈષ્ણવે સામાન્ય રીતે તેમના તાલીમ અનુભવો અને ખાસ કરીને ’કવચ’ ના ઉપયોગ વિશે સીએલઆઈ સાથે વાતચીત કરી.સીએલઆઈ એ આ વિષે તેમની આંતરદૃષ્ટિ શેર કરી કે કેવી રીતે કવચ સિસ્ટમ ઝડપ જાળવી રાખવા અને ટ્રેનસંચાલન દરમિયાન સલામતી અને સમયની પાબંદી બંનેમાં સુધારો કરવામાં તેમનો આત્મવિશ્વાસ વધારે છે.
ચર્ચાઓમાં આધુનિક બ્રેકિંગ સિસ્ટમ્સ, લોકોમોટિવ્સમાં નવી ટેકનોલોજી અને અસરકારક ક્રૂ મેનેજમેન્ટ પ્રેક્ટિસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભોપાલ ડિવિઝનના સીએલઆઈ એસ કે રાઠીએ તેમનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "જેમ ઇન્ટરલોકિંગ સ્ટેશન માસ્ટર માટે, પીએસસી સ્લીપર મદદ કરે છે, તેવી જ રીતે કવચ ટેક્નોલોજી લોકો પાઇલોટ્સને સુરક્ષિત ગાડી કામગીરીમાં મદદ કરે છે." એ જ રીતે, એક સીએલઆઈ એ કહ્યું કે કવચ ટેક્નોલોજી માત્ર સુરક્ષિત ગાડી કામગીરી તરફ દોરી જતી નથી પણ તેને અને તેના પરિવારને તણાવમુક્ત પણ રાખે છે. કવચ એસપીએડી (સિગ્નલ પાસિંગ એટ ડેન્જર) ની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે અને લેવલ ક્રોસિંગ ગેટ પર સલામતી સુનિશ્ચિત કરે છે, એવો એક અનુભવ સીએલઆઈએ જણાવ્યો હતો. રેલવે મંત્રીએ ક્રૂ માટે કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાના રેલવેના પ્રયાસોની પ્રશંસા કરી હતી જેમાં ૧૦૦% એરકન્ડિશન્ડ રનિંગ રૂમ અને રનિંગ સ્ટાફ માટે બહેતર સુવિધાઓ સામેલ છે.તેમણે ડ્યુટી રોસ્ટરને વિભાજિત કરીને ફરજના કલાકો ઘટાડવાના અને લોકો કેબને એર કંડિશનિંગ, ટોઇલેટ અને એર્ગોનોમિક સીટોથી સજ્જ કરીને તેમની સલામતી વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
રેલવે મંત્રીએ સીએલઆઈ ને વિનંતી કરી કે તેઓ શરુ કરવામાં આવી રહેલી આધુનિક તકનીકોનો સંપૂર્ણ લાભ ઉઠાવે અને ભારતીય રેલવેના ઉચ્ચ ધોરણો જાળવવામાં સતત શીખવા, સમર્પણ અને પ્રતિબદ્ધતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech