કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડના ભૂસ્ખલન પીડિતો માટે મોટું પગલું ભર્યું છે. ઉદારતા બતાવતા રાહુલ ગાંધીએ પીડિતોની મદદ માટે પોતાનો એક મહિનાનો પગાર દાન કરી દીધો છે. રાહુલ ગાંધીએ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખાતામાં એક મહિનાનો પગાર એટલે કે રૂ. 2.3 લાખ દાનમાં આપ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું- વાયનાડમાં અમારા પ્રિય ભાઈઓ અને બહેનો એક વિનાશક દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ આગળ લખ્યું- સંકટના આ સમયમાં તેમને મોટું નુકસાન થયું છે. તેમને લોકોની મદદની સખત જરૂર છે. વાયનાડના પીડિતોને તેમના નુકસાનમાંથી બહાર આવવા માટે આપણા સમર્થનની જરૂર છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર લખ્યું છે કે મેં અસરગ્રસ્ત લોકોના રાહત અને પુનર્વસન પ્રયાસોમાં મદદ કરવા માટે મારો આખા મહિનાનો પગાર દાન કરી દીધો છે.
દેશના જવાબદાર નાગરિકોને અપીલ
આ સાથે રાહુલ ગાંધીએ દેશવાસીઓને મદદની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે હું દેશના પ્રામાણિક અને સંવેદનશીલ ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ આ સંકટમાં ગમે તેટલું યોગદાન આપે. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક નાનો બદલાવ ફરક પાડે છે. વાયનાડ આપણા દેશનો સુંદર ભાગ છે. દુર્ઘટનામાં લોકોએ ઘણું ગુમાવ્યું છે ત્યારે સાથે મળીને આપણે અહીંના લોકોને મદદ કરવી જોઈએ..
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે મદદગારો અમારી પાર્ટીની એપ દ્વારા સુરક્ષિત રીતે યોગદાન આપી શકે છે. તેણે લખ્યું- વાયનાડ સાથે ઊભા રહો. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મદદની રકમ એકત્રિત કરવા માટે નવ સભ્યોની સમિતિ બનાવી છે અને એક એપ પણ બનાવી છે. કેરળ કોંગ્રેસે કહ્યું કે રસ ધરાવતા લોકો સીધા જ દાન મોકલી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech