રાહુલ ગાંધી અચાનક મિત્ર અમિતના પરિવારને મળવા હરિયાણા પહોંચ્યા

  • September 20, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજે સવારે ૫.૩૦ વાગે હરિયાણાના કરનાલ જિલ્લામાં ઘોઘાડીપુર ગામે પહોંચ્યા હતા. અહીં તે અમિત નામના યુવકના પરિવારને મળવા પહોંચ્યા હતા. અમિત અમેરિકામાં રહે છે અને ત્યાં એક અકસ્માતમાં ઘાયલ થયો હતો. રાહુલ ગાંધી યારે અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ ત્યાં અમિતને મળ્યા હતા. જયારે હવે રાહત્પલ ગાંધી તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.
અમેરિકામાં અમિત સાથેની મુલાકાત દરમિયાન રાહત્પલ ગાંધીએ વચન આપ્યું હતું કે તેઓ યારે ભારત આવશે ત્યારે તેમના પરિવારને ચોક્કસ મળશે. આ દરમિયાન તે વીડિયો કોલિંગ પણ કરશે. પોતાના વચન મુજબ રાહત્પલ ગાંધી આજે સવારે ઘોઘાડીપુર સ્થિત અમિત કુમારના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તે અમિતની માતા બિરમતી અને પિતા બીર સિંહને મળ્યા.
અમિતની માતા બિરમતીએ જણાવ્યું કે તેમનો પુત્ર દોઢ વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. તે ત્યાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા જ તેમનો અકસ્માત થયો હતો. જે બાદ અમે ચિંતામાં પડી ગયા હતા. રાહત્પલ ગાંધી અહીં અચાનક આવી ગયા હતા. તેમની મુલાકાતની જાણ માત્ર કેટલાક અધિકારીઓને જ હતી. કોંગ્રેસના નેતાઓને પણ તેમની મુલાકાતની જાણ નહોતી. કેટલાક નેતાઓ સમયસર પહોંચી ગયા હતા અને રાહત્પલ ગાંધીને મળવાનો પ્રયાસ કર્યેા હતો, પરંતુ ત્યાં સુધીમાં રાહત્પલ ગાંધી ત્યાંથી નીકળી ગયા હતા.
મળતી માહિતી મુજબ રાહત્પલ ગાંધી અમિતના ઘરે એક કલાક ૨૦ મિનિટ રોકાયા હતા. અહીં તેણે અમિતના પરિવાર સાથે વાત કરી અને તેમની ખબર પૂછી. તે અમિતના ઘરેથી દેશી ઘી અને ચુરમા પેક કરીને પોતાની સાથે લઈ ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application