રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહી છે. તેના પરિણામો ચૂંટણીમાં દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એક નેતા હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે અને બીજા હજુ જેલમાં છે. તેઓ અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પર પણ હુમલો થયો અને આ બધું દેશના વડાપ્રધાનના આદેશ પર કરવામાં આવ્યું. મારી સામે 20 થી વધુ કેસ નોંધાયા હતા અને મને બે વર્ષની જેલની સજા થઈ હતી. મારું ઘર છીનવી લેવામાં આવ્યું અને મીડિયામાં મારા વિરુદ્ધ 24 કલાક પ્રચાર કરવામાં આવ્યો. મારી 55 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. જ્યારે તે પૂછપરછ પૂરી થઇ ત્યારે અધિકારીએ મને ઓફ કેમેરા પૂછ્યું કે તમે 55 કલાક બેઠા રહ્યા, પરંતુ તમે કેમ હલ્યા પણ નહીં. તમે તો પથ્થર જેવા છો.
આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવની તસવીર બતાવી અને કહ્યું કે અમે ભગવાનના શરણમાં છીએ. તેનાથી અમને આ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદ મળી. ભગવાન શિવના આશીર્વાદનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે તેમણે ઝેર પીધું હતું અને નીલકંઠ બની ગયા હતા. તેમાંથી જ વિપક્ષ શીખ્યા અને અમે ઝેર પીતા રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં UPI સેવા ઠપ્પ, ફોનપે, ગુગલ પે અને પેટીએમમાં લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
April 12, 2025 01:19 PMખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
April 12, 2025 01:17 PMજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech