બીજેપી સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શિવ બારાતને લઈને આપેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કંગનાએ કહ્યું, "આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમ લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટાય છે?" તેમણે વધુમાં કહ્યું કે જે લોકો આવી વાતો કરે છે તેઓ દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે.
કંગના રનૌતે સવાલ ઉઠાવ્યો કે શું હવે વડાપ્રધાનની પસંદગી ઉંમર અને લિંગના આધારે કરવામાં આવશે? આવતીકાલે તેઓ કહેશે કે ચામડીના રંગના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. શું તેઓ લોકશાહીનું સન્માન કરતા નથી?
કંગનાએ કહ્યું, ગઈકાલે પણ સંસદમાં એક કોમેડી શો કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ ગરિમા નથી જળવાતી. ગઈકાલે તેઓ ત્યાં કહેતા હતા કે અમે શિવજીના જાનૈયાઓ છીએ અને આ ચક્રવ્યુહ છે. મને લાગે છે કે તેઓ ડ્રગ્સ લે છે કે કેમ તે જોવા માટે તેમની તપાસ કરવી જોઈએ.
તેણીએ આગળ કહ્યું, ગઈકાલે તે જે સ્થિતિમાં સંસદમાં પહોંચ્યા અને અભદ્ર વાતો કરી હતી, તે જોઈને હું તો દંગ જ રહી ગઈ હતી. સંસદમાં તેણે કહ્યું હતું કે આ સ્પર્ધા શિવજીની જાન અને ચક્રવ્યૂહ વચ્ચે છે. આ વાત પરથી એવું નથી લાગતું કે કોઈ વ્યક્તિનો ટેસ્ટ થવો જોઈએ? મને તો લાગે છે કે તે દારૂના નશામાં છે અથવા ડ્રગ્સના નશામાં છે. નહી તો કોઈ વ્યક્તિ જાગૃત અવસ્થામાં આવી વાતો થોડી કરે?
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી. જેમાં ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુનું મૃત્યુ થયું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું "જે 'ચક્રવ્યુહ' બનાવવામાં આવ્યું છે તેનાથી કરોડો લોકોને નુકસાન થયું છે. અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું. તેને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. ઇન્ડિયા ગઠબંધન સંસદમાં કાયદેસર રીતે MSP પસાર કરશે. આ ગૃહમાં જાતિની વસ્તી ગણતરી પસાર કરવામાં આવશે અને અમે તમને એ કરીને બતાવીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech