ગત તા.8 અને નવ એપ્રિલે ગુજરાતનાં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ થઈ રહ્યો છે.ગત માર્ચ મહિનામાં પણ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. અગાઉ લોકસભામાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો કે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે.
જેના ભાગરૂપે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુન:પ્રાણ ફુકવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર છે.એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.
આજે અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક મળશે જેમા રાહુલ ગાંધી બેઠકમાં સામેલ થશે જેમાં એઆઈસીસીના 42 તથા પીસીસી ના 183 ઑબ્ઝર્વર હાજર હશે.ગત.તા. 12મી એપ્રિલે જ આ તમામ ઑબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતનાં તમામ જિલ્લ ામાં નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરશે. આ જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા પર ઑબ્ઝર્વર નજર રાખશે.આ તમામ ઑબ્ઝર્વર સ્થાનિક લેવલે પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.
આવતીકાલે તા.16મી એપ્રિલે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લામાં પહોંચશે જ્યાં બુથ સમિતિના કાર્યકતર્ઓિને સંબોધિત કરશે . સૂત્રો અનુસાર રાહુલ ગાંધી કોંગ્રેસ સંગઠનમાં જિલ્લા પ્રમુખોને મહત્ત્વપૂર્ણ સત્તા આપવા માંગે છે. જે અનુસાર પહેલા જે રાજ્યોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી ત્યાં સ્થાનિક લેવલ પર બ્લોક પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરીને કાર્યકતર્ઓિને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરાશે. બાદમાં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ટિકિટ નક્કી કરવામાં આ જ જિલ્લા પ્રમુખની સલાહ લેવામાં આવશે.
કોંગ્રેસ કાર્યાલય પર નેતાઓની બેઠક
આજે બપોરે 2:30 વાગ્યે અમદાવાદ રાહુલ ગાંધી આવી પહોંત્યા હતા. ત્યાથી સીધા પ્રદેશ કાયર્લિય પર ગયા હતા. તેઓ સંગઠન અભિયાન હેઠળ તમામ લોકોને સંબોધન કર્યુ હતું. પ્રથમ રાહુલ ગાંધી દરેકને વ્યક્તિગત બીજા તબક્કામાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સી.સી. વેણુગોપાલ સાઙ્ખે સંગઠન પ્રક્રિયા અઙ્ગેે વ્યવસ્થા પર વાત કરી હતી. ત્રીજા તબક્કામાં પ્રેઝન્ટેશન જ્યારે જિલ્લા પ્રમુખ પસંદગી કરવાની પ્રક્રિયાનું વિવરણ અને ચોથા તબક્કામાં સવાલ જવાબ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech