ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળનાં કારણો તથા પરિબળો જાણવા માટે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન પ્રદેશ નેતાગીરીથી માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મિટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મિટિંગમાં તાલુકા-નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખોએ રાહુલ ગાંધી સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.
આજે 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે અમદાવાદના જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી.
ગુજરાત આવું ત્યારે વજન વધી જાય છે
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક મોટી તકલીફ છે. હું ગુજરાત આવું ત્યારે વજન વધી જાય છે. ગુજરાતની જનતાને પ્રેમ અને ધન્યવાદ. જ્યાં પણ મને તમે લઈ જવા માગતા હોય ત્યાં મને કહો. સુરત, કચ્છ કે ખેડા જ્યાં જવું હોય ત્યાં મને જણાવો. હું ગુજરાતને સમજવા માગું છું અને ગુજરાતની જનતા સાથે સંબંધ બાંધવા માગું છું. કોંગ્રેસમાં બબ્બર શેર છે પરંતુ કોન્ફીડન્સ બહાર લાવવાની જરૂર છે.
5 ટકા વોટ શેર વધી જાય તો વાત પૂરી
વધુમાં જણાવ્યું હતું કે, જે ગાંધીજીએ અને સરદાર પટેલે શીખવાડ્યું છે. નાના વેપારીઓ ગુજરાતની બેકબોન છે. એ ખતમ થઈ ગયા છે. આપણે નવું વિઝન જોઈએ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક તેને જુઓ. આ જોર જોરથી કહે છે અમારે નવું વિઝન જોઇએ છે. કોંગ્રેસ આરામથી વિઝન આપી શકે છે. જ્યાં સુધી બે ગ્રૂપ ઓળખી નહીં શકીએ ત્યાં સુધી નહીં થાય. ગુજરાતની પ્રજા સાથે જોડાવવાની જરૂર છે. ભારત જોડો યાત્રા સાથે કરી બતાવ્યું કે પ્રજા કેવી રીતે જોડાઈ શકાય છે. પ્રજાનો અવાજ સાંભળવો જોઈએ. શું કરી શકીએ, શિક્ષણ, આરોગ્ય વગેરે માટે શું કરી શકીએ વગેરે પૂછો.
આગળ ઉમેર્યું હતું કે, આપણા નેતાઓએ ઘરે ઘરે જઇને તેમનો અવાજ સાંભળવો પડશે. અમે તમારા માટે શું કરી શકીએ શિક્ષણ, બિઝનેસ અંગે એ અમને જણાવો. અમે સાંભળવા આવ્યા છીએ. તમારા દિલમાં છે એ જણાવો. આ પહેલા કરવું પડશે અને આ સરળતાથી થઈ શકે છે.ગુજરાતમાં વિપક્ષ પાસે 40 ટકા મત છે.ગુજરાતમાં જો 5 ટકા વોટ શેર વધી જાય તો વાત પૂરી બસ.5 ટકા વોટ શેર વધારવાની જરૂર છે.
આપણું લક્ષ્ય 50 વર્ષનું છે
વધુમાં જણાવ્યું હતું કે, જે પણ નેતાઓ હોય તેના દિલમાં કોંગ્રેસ હોવી જોઈએ. તૂફાનની જેમ ગુજરાતના લોકો આપણી જોડે આવશે અને તેમના માટે આપણે દરવાજા ખોલીશું. આ આપણું લક્ષ્ય 50 વર્ષનું છે. કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નના ઘોડામાં અને લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રૂપનું કઈક કરવાનું છે.જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મુકવા પડે તો કાઢી નાખીશું.
ગુજરાતના નેતાઓ ભાજપ સાથે મળેલા છે
રાહુલ ગાંધીથી લઈ પ્રદેશના નેતાઓ રસ્તો દેખાડી શકી નથી. આ શબ્દ કહેતા કાર્યકર્તાઓએ તાળીઓ પાડી હતી.ગુજરાતના યુવાનો સાથે સંબંધો બનાવવા આવ્યો છું.જેના માટે કોંગ્રેસ પાર્ટીની ચાહત છે.બીજા જે જનતાથી દૂર છે અને તેમની ઈજ્જત નથી.ભાજપ સાથે મળેલા છે.આ કહેતા જ કાર્યકર્તાઓ બૂમો પાડી, તાળીઓ અને સીટી મારી. જો તેઓને અલગ નહિ કરીએ ત્યાં સુધી ગૂજરાત આપણા પર ભરોસો નહીં કરે.
ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો
કોંગ્રેસને અંગ્રેજોનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે દરેક જગ્યાએ નેતૃત્વ શોધતા હતા. સામે અંગ્રેજો હતા અને કોંગ્રેસ હતી. પરંતુ નેતા નહોતા. નેતા દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. જે મહાત્મા ગાંધી હતા. ગુજરાતે કોંગ્રેસ પાર્ટીને નેતા આપ્યા છે.આ નેતૃત્વએ વિચારવા, લડવા અને જીવવાનું શીખવાડ્યું છે.
ગાંધીજી વગર આઝાદી મળી શકી ન હોત, ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો.
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સૌથી મોટા બે નેતા ગુજરાતમાંથી જ મળ્યા છે.ગુજરાત આપણી પાસે આજ માગે છે. આજે તેને રસ્તો નથી અને ફસાયું છે.ગુજરાત રસ્તો શોધવા માંગે છે અને આગળ વધવા માગે છે. હું હોય કે કોઈપણ હોય ગુજરાતને રસ્તો બતાવી શકતા નથી. રાહુલ ગાંધીથી લઈ પ્રદેશના નેતાઓ રસ્તો દેખાડી શકી નથી. આ શબ્દ કહેતા કાર્યકરોએ તાળીઓ પાડી હતી. ગુજરાતના યુવાનો સાથે સંબંધો બનાવવા આવ્યો છું.
જે દિવસે જવાબદારી પૂરી કરીશું એ દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને સમર્થન આપી દેશે
વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે ગુજરાત આવું છું ત્યારે 2017, 2012, 2007, 2022ની ચૂંટણીની વાત થાય છે. આપણી જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી જીતાડશે નહીં. આપણી જવાબદારી પૂરી ન કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા પાસે સરકાર પણ ન માંગવી જોઇએ. જે દિવસે જવાબદારી પૂરી કરીએ એ દિવસે ગુજરાતના તમામ લોકો કોંગ્રેસને સમર્થન આપી દેશે.
ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાનું સ્વાગત અને નમસ્કાર કરું છું. હું ગઈકાલે આવ્યો છું. સિનિયર નેતાઓ, જિલ્લા પ્રમુખો વગેરેને મળ્યો છું. મારો લક્ષ્યાંક હતો કે તમારા દિલમાં વાત છે તેને હું સમજું તેને હું સાંભળું. બહુ વાતો હતી. સંગઠન અને ગુજરાતની રાજનીતિ વિશે વાત હતી. ગુજરાતમાં સરકાર ડરાવે છે ધમકાવે છે તેની વાતો સાંભળી.એક સવાલ છે મારી અને કોંગ્રેસ પાર્ટીની ગુજરાતમાં શું જવાબદારી બને છે. હું ગુજરાતમાં માત્ર કોંગ્રેસ માટે નહીં. યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું. 30 વર્ષથી આપણે ગુજરાત સરકારમાં નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ગ્લોઈંગ સ્કીન માટે ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવી જોઈએ?
March 09, 2025 06:14 PMCPCBના નવા રિપોર્ટમાં ખુલાસો - 'મહાકુંભ દરમિયાન ગંગા-યમુનાનું પાણી સ્નાન માટે યોગ્ય હતું'
March 09, 2025 06:00 PMચેમ્પિયન્સ ટ્રોફી વિશે કેપ્ટન શર્માના બાળપણના કોચે કહ્યું કે રોહિતે મને વચન આપ્યુ છે કે...
March 09, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech