રાહુલ ગાંધીને જવાબમાં વિલંબ બદલ કોર્ટે ફટકાર્યેા રૂા.૫૦૦નો દંડ

  • January 20, 2024 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્રના થાણેની એક અદાલતે ગતરોજ રાહત્પલ ગાંધી પર ૫૦૦ પિયાનો દડં ફટકાર્યેા હતો. પત્રકાર ગૌરી લંકેશની હત્યાને રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના નામ જોડવા બદલ સંસ્થાના કાર્યકર દ્રારા રાહત્પલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, કોર્ટે રાહત્પલ ગાંધીને આ મામલે લેખિત નિવેદન આપવનો આદેશ આપ્યો હતો પણ રાહત્પલે પોતાનો જવાબ દાખલ કરવામાં વિલબં કર્યેા ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. લેખિત નિવેદન દાખલ કરવામાં રાહત્પલ ગાંધી તરફથી ૮૮૧ દિવસનો વિલબં થયો હતો અને તેના વકીલ નારાયણ અય્યરે આ વિલબં માટે માફી માંગતી અરજી દાખલ કરી હતી.

એડવોકેટ નારાયણ અય્યરે દલીલ કરી હતી કે તેમના અસીલ દિલ્હીમાં રહે છે અને સાંસદ હોવાને કારણે તેમને સતત મુસાફરી કરવી પડે છે, જેના કારણે નિવેદન દાખલ કરવામાં વિલબં થયો હતો. અય્યરે પીટીઆઈને જણાવ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટે માફીની વિનંતી સ્વીકારી અને લેખિત નિવેદન સ્વીકાયુ, પરંતુ ૫૦૦ પિયાનો દડં પણ લગાવ્યો. માનહાનિનો કેસ આરએસએસ કાર્યકર વિવેક ચાંપાનેરકરે દાખલ કર્યેા હતો. આ કેસની આગામી સુનાવણી ૧૫ ફેબ્રુઆરીએ થશે. રાહત્પલ ગાંધી વિદ્ધ મુંબઈની ભિવંડી કોર્ટમાં માનહાનિનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જેના પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે રાહત્પલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુન:સ્થાપિત કરવાને પડકારતી એક અરજીને ફગાવી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે અરજદાર અશોક પાંડે પર ૧ લાખ પિયાનો દડં પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને કાયદાકીય પ્રક્રિયાનો દુપયોગ ગણાવી છે. જસ્ટિસ બી.આર. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ તરફથી ચુકાદો આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે અરજદારના કોઈપણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application