બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશમાં ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહત્પલ ગાંધીને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફોટાની સાથે સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી છે.
એનએસયુઆઇ કાર્યકર્તાઓએ વારાણસીના સિગરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ પોસ્ટમાં રાહત્પલ ગાંધીની સાથે સાથે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી માટે પણ આ જ વાત કહેવામાં આવી છે. એનએસયુઆઇ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રમુખ ઋષભ પાંડેએ જણાવ્યું કે, બુદ્ધાદિત્ય મોહંતી નામના યુઝરે વાયનાડના સાંસદ રાહત્પલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
એનએસયુઆઈએ કહ્યું, રાહત્પલ ગાંધી દરેક વર્ગના લોકોને સાથે લઈ રહ્યા છે, બંધારણની રક્ષાની વાત કરી રહ્યા છે અને આ સ્થિતિમાં તેઓ દેશની સૌથી મોટી આશા છે. અમે તેમની વિદ્ધ આવી વિચારસરણીને કયારેય સહન કરીશું નહીં. આ ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યકિત સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવે. આ પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી વિશે પણ લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે કોઈ તોફાની તત્વોએ સમાચારમાં રહેવા માટે રાજકારણીઓ વિશે આવી પોસ્ટ કરી છે. હાલ આ મામલે એનએસયુઆઈના કાર્યકરોએ નારાજગી વ્યકત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech