મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરમાં ઙ્ગ આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓમાં રાહદારીઓ અથવા ગૌવંશઙ્ગું મૃત્યુ પણ થતું હોય છે ત્યારે મોરબી ના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કા માં 1100 ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેમના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જ્યારે બીજા તબક્કા માં 1500 ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી આમ ટોટલ 2600 ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેથી ત્યારે મોરબી ના મહેન્દ્રનગર ચોકડીથી શનાળા સુધી , મહેન્દ્રનગર ચોકડી થી કંડલા બાયપાસ સુધી, માળિયા ફાટકથી ઢુવા સુધી, જૂના ઘૂંટુ રોડ પર, મહેન્દ્ર નગર ચોકડી થી ઊંચી માંડલ ગામ સુધી, મહેન્દ્રનગર ચોકડીથી પીપળી ગામ સુધી, મહેન્દ્રનગર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટીમાં રહેલ ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી બીજા તબક્કામાં કરવામાં આવી હતી. આ 1500 રેડિયમ બેલ્ટ માટે ની તમામ આર્થિક ખર્ચ જય અંબે ગ્રુપ્ના જીગ્નેશભાઈ કૈલા દ્વારા આપવામાં આવ્યો હતો અને ઉમા હોટલ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech