રાજકોટ આરટીઓની કામગીરી અને કાર્યવાહીની એવરેજમાં વધારો થયાનું વર્ષ ૨૦૨૪ દરમિયાનના જુદા જુદા આંકડાઓ જોતા લાગી રહ્યું છે. આરટીઓ દ્રારા એક વર્ષમાં ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોને ભગં કરવા બદલ ૧૩,૦૧૨ કેસ કરી . ૫,૪૫,૦૩,૯૫૮ નો દડં વસુલવામાં આવ્યો છે. જયારે વાહન અકસ્માત સર્જનાર અને દા પી ને વાહન હંકારનાર ૧૪૩ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ૭૮ ફોર વ્હીકલ ચાલકો , ૩૬ ટુ–વ્હીકલ ચાલકો અને ૨૪ ટ્રક, બસ જેવા ભારે વાહનોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩માં ૯૩ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફેસલેસ સેવાઓ પૈકીની લાયસન્સની જુદી જુદી કામગીરી, વાહન રજીસ્ટ્રેશન, ફેન્સી નંબર પ્લેટના ઈ–ઓકશન દરમિયાન થયેલી આવક, વાહન ચેકીંગ દરમિયાન કરવામાં આવેલા કેસ અને વસુલવામાં આવેલો દંડ, વાહનોનું વેચાણ સહિતની વિગતો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડે જાહેર કરી હતી . જેમાં ફેસલેસ લાયસન્સ અને વાહન સંબધિત ૯૮ % કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું . ટેકિનકલ ક્ષતિ દરમિયાન ટ્રેક બધં હોય એવા કિસ્સાઓને બાદ કરતા અરજદારને બીજો ધક્કો આરટીઓ કચેરી સુધી થયો નથી. વધુમાં જણાવ્યું હતું કે, નવો ડિજિટલ ટ્રેક કાર્યરત થતા જ આ સમસ્યાનો પણ અતં આવશે તેમજ આરટીઓનું નવું બિલ્ડીંગ પણ આવતા સમયમાં કાર્યરત થતા જિલ્લાના અરજદારોની સુવિધામાં વધારો થશે. તેમજ વ્હીકલ સંબંધી સેવાઓનો ઝડપી અને સરળ ઉકેલ આવે તે માટે રાજકોટ આર.ટી.ઓ. ની ટીમ સતત કાર્યશીલ રહી આવનારા સમયમાં પણ આ જ પ્રકારે ઉત્કૃષ્ટ્ર કામગીરી કરી પરિવહન સેવાને વધુ સુગમ બનાવવા કાર્યરત છે ત્યારે, આર.ટી.ઓ. દ્રારા રોડ સેફટી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો સહીત આનુસંગિક કામગીરી દ્રારા લોકોના જાનમાલનું રક્ષણ કરવા પણ કટિબદ્ધ હોવાનું આરટીઓ કે.એમ.ખપેડએ વધુમાં ઉમેયુ હતું
અધધ ૫૦ લાખથી વધુની કિંમતની ૧૧૩ કાર નોંધાઈ
રાજકોટમાં મોંઘી લકઝુરિયસ કારના શોખીનોની સંખ્યા પણ મોટી સંખ્યામાં હોવાનું આરટીઓમાં નોંધાયેલા વર્ષ–૨૦૨૪ના આંકડા ઉપરથી જોવા મળી રહ્યું છે. એક વર્ષમાં .૫૦ લાખથી ઉપરની કિંમતની ૧૧૩ લકયુરિયસ કાર ખરીદવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૪૫ કાર મર્સીડીઝ અને બીજા નંબરે ૨૬ કાર બીએમડબલ્યુ, ત્રીજા નંબરે ૨૦ કાર જેગુઆર લેન્ડ રોવરનો સમાવેશ થાય છે.
એક વર્ષમાં ૫ કરોડ ૪૫ લાખનો દડં વસુલ્યો
આર.ટી.ઓ. કચેરી દ્રારા વ્હીકલ એકટ અંતર્ગત વાહનચેકીંગ અને સ્પેશિયલ ડ્રાઇવ યોજી વાહન ઓવરલોડ, ઓર ડાયમેન્શન, રિલેકટર, ડાયમડં પટ્ટી, વાઈટ લાઈટ એલ.ઇ.ડી., થર્ડ પાર્ટી વીમા, બેફામ ઝડપે ભયજનક રીતે વાહન ચલાવવું, પી.યુ.સી., ફિટનેસ, હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ભગં બદલ કુલ ૧૩,૦૧૨ કેસ કરવામાં આવ્યાં હોવાનું તેમજ . ૫,૪૫,૦૩,૯૫૮ નો દડં વસુલવામાં આવ્યો છે.
નંબરના શોખીનોએ ૧૫ કરોડથી વધુ ચૂકવ્યા
લાડી લાખની અને સાયબો સવા લાખનો એની જેમ નવા ટુ–વ્હીકલ કે ફોર વ્હીકલની કિંમત કરતા પસંદગીના નંબર મેળવવા માટે ઘેલું હોય છે. આ માટે રાજકોટ જિલ્લામાં નંબરના શોખીનોએ આરટીઓને એક વર્ષમાં ૩૦૮૩૭ ફેન્સી નંબરમાં ૧૫,૧૮,૪૫,૫૦૦ની આવક થઇ હતી. પસંદગી નંબરમાં ટુ–વ્હીકલ અને ફોર વ્હીકલમાં સૌથી વધુ ૯ અને ૧ નંબર ઉપર વાહન ચાલકો દ્રારા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. સૌથી વધુ ટુ–વ્હીકલ જીજે ૦૩ એન–કયુ ૦૦૦૯ નંબર માટે .૩,૦,૩૦૦૦ અને ફોર વ્હીકલની જીજે ૦૩ એન–કે–૦૦૦૧ માટે ૧૧,૫૨૦૦૦ ચૂકવાયા હતા.
સૌથી વધુ પેટ્રોલ–ડીઝલ આધારિત વાહનોનું વેચાણ
સરકાર દ્રારા પ્રદુષણ રોકવા માટે ઇલેકિટ્રક વાહનોના વેંચાણ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. પેટ્રોલ–ડીઝલના ભાવ વધારાને કોરાણે મૂકી રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં સૌથી વધુ ૭૪,૫૧૧ જેટલા પેટ્રોલ વાહનોનું અને બીજા નંબરે ૧૪,૦૧૩ ડીઝલ વાહનોનું વેંચાય થયું છે. ત્રીજા નંબરે ૮૫૬૦ વાહન પેટ્રોલસીએનજી અને ૬,૦૭૧ વાહન ઓનલી સીએનજી વાહન નોંધાયા છે. આ વચ્ચે ૪૯૦૬ જેટલા ઇલેકિટ્રક વાહન નોંધાયા છે. પેટ્રોલઇથેનોલ, પેટ્રોલહાયબ્રીડ સહીત કુલ ૧૧૦,૨૩૬ જેટલા વાહનો નોંધાયા છે.
નવા ૭૧,૭૯૫ ટુ–વ્હીલર, ૨૭,૨૪૭ કાર રોડ પર આવી
ટ્રાફિક સમસ્યા વચ્ચે પણ દર વર્ષે નવા વાહનો રોડ પર વધી રહ્યા છે, ગત વર્ષમાં રાજકોટ શહેર અને જીલ્લામાં ૧,૧૦,૨૩૬ નવા વાહનો આરટીઓ કચેરીમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૭૧,૭૯૫ ટુ–વ્હીલર અને ૨૭,૨૪૭ કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૪,૯૩૯ થ્રિ–વ્હીલર વાહનો નોંધાયા છે. જયારે ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં રીક્ષા, કાર, ટેક્ષી, મેક્ષી, ટ્રેકટર, બસ, એમ્બ્યુલન્સ સહીત ૧૦,૪૯૮ જયારે નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં હાર્વેસ્ટર, ટ્રેલર, ક્રેન, ટ્રેકટર, સહીત ૯૯,૭૩૮ વ્હીકલના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે
લાયસન્સ–વાહન સંબધિત ૯૮ % કામગીરી ફેસલેસ થઇ
સરકાર દ્રારા આરટીઓની ૧૫થી વધુ સેવા ઓનલાઇન કરી દેવામાં આવતા અરજદારોને આર્થિક અને સમયની એમ બંને રાહત થઇ છે. ફેસલેસ સેવા પૈકી સૌથી પહેલું પગથીયું અરજદાર માટે લાયસન્સ છે. ત્યારે વર્ષ દરમિયાન નવા લાયસન્સ, ડુપ્લીકેટ લાયસન્સ,રીન્યુઅલ, એડ્રેસ ચેન્જ, વાહન કેટેગરીનો ઉમેરો કરવો સહિતની ૧૩ જેટલી કેટેગરીમાં કુલ ૭૬૨૫૬ એપ્લિકેશન આવી હતી આ પૈકીની ૭૫૪૨૩ એપ્લિકેશનનો નિકાલ કરવામાં આવ્યો છે. જયારે વાહન સંબધિત ડુપ્લીકેટ આરસી બુક, આરસી બુકમાં એડ્રેસ ચેન્જ, વાહન ટ્રાન્સફર, વાહન રજિસ્ટ્રેશન, વાહન એનઓસી, પરમીટ સહિતની ૫૯,૨૨૫ અરજીઓ માંથી ૫૮૬૧૮ અરજીઓનો ઓનલાઇન નિકાલ થયો હતો. આમ સરેરાસ લાયસન્સ અને વાહન સંબધિત કુલ ૧.૩૪ લાખ થી વધુ લોકોએ ઘરબેઠા સુવિધાનો લાભ લીધો હતો. ફેસલેસ કામગીરીનો રેસિયો ૯૮ ટકા રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech