રાજયમાં શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ૨૫ ટકા અનામત બેઠકો પર પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાના ભાગપે બીજા રાઉન્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાયમાં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી કુલ ૧૧,૦૪૪ બેઠકો માટે શિક્ષણ વિભાગ દ્રારા બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાયની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ–૧માં પ્રવેશ માટે કુલ ૮૩,૬૭૮ જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શ કરાઈ હતી. જેમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન ૭૭,૯૨૫ વિધાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, પ્રથમ રાઉન્ડમાં પસંદગીના અભાવે જ ૫,૭૫૩ બેઠકો ખાલી પડી હતી. આ ઉપરાંત, જે વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો તેમાંથી કેટલાક વિધાર્થીઓએ પ્રવેશ લેવાનું ટાળ્યું હતું. આ બંને કારણોસર સમગ્ર રાયમાં કુલ ૧૧,૦૪૪ જેટલી બેઠકો ખાલી પડી છે, જેના માટે હવે બીજો રાઉન્ડ યોજાશે.
રાયભરની કુલ ૯,૭૭૦ શાળાઓમાં આરટીઈ હેઠળ બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ઉપલબ્ધ ૧૧,૦૪૪ બેઠકોનું માધ્યમ પ્રમાણેનું માળખમા અંગ્રેજી માધ્યમની સૌથી વધુ ૫,૯૫૩ બેઠકો,ગુજરાતી માધ્યમની ૩,૩૦૩ બેઠકો તેમજ હિન્દી માધ્યમની ૧,૬૧૪ બેઠકો અને અન્ય માધ્યમોની ૧૭૪ બેઠકો ખાલી રહેવા પામે છે.
શિક્ષણ વિભાગ દ્રારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરતા પહેલાં વાલીઓને શાળા પસંદગીની પુન: તક આપવામાં આવશે.વાલીઓએ આગામી ૨૫ મેથી ૨૭ મે સુધી (ત્રણ દિવસ) શાળાઓની પુન: પસંદગી કરી શકશે.
શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ૨૯ મેના રોજ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર કરવામાં આવશે.
બીજા રાઉન્ડમાં જે વિધાર્થીઓને પ્રવેશ મળશે, તેમણે આગામી ૪ જૂન સુધીમાં સંબંધિત શાળામાં જઈને પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.