RCB vs GT: બેંગલુરુએ ગુજરાતને 4 વિકેટે હરાવ્યું, પ્લેઓફની આશા રાખી જીવંત

  • May 04, 2024 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. આરસીબીને 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટીમના ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પ્રથમ 6 ઓવરમાં 92 રન જોડ્યા હતા. પરંતુ આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ. થોડી જ વારમાં RCBના 6 બેટ્સમેન 117 રન બનાવીને પેવેલિયન ગયા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો ચોંકી ગયા, સ્ટેડિયમમાં મૌન હતું, પરંતુ અનુભવી દિનેશ કાર્તિકે ફાફ ડુ પ્લેસિસની ટીમને જીત અપાવી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13.4 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.


દિનેશ કાર્તિક 12 બોલમાં 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે સ્વપ્નિલ સિંહ 9 બોલમાં 15 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહ વચ્ચે 18 બોલમાં 35 રનની ભાગીદારી થઈ હતી.


ગુજરાત ટાઇટન્સ માટે જોશુઆ લિટલ સૌથી સફળ બોલર રહ્યો હતો. જોશુઆ લિટલે 4 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય નૂર અહેમદને 2 સફળતા મળી.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે 23 બોલમાં 64 રનની સૌથી વધુ રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય વિરાટ કોહલીએ 27 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલીએ પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કેમેરોન ગ્રીન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ આ પછી દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે આરસીબીને જીત અપાવી હતી.


આ સાથે જ આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 11 મેચમાં 8 પોઈન્ટ છે. આ રીતે ફાફ ડુ પ્લેસિસની ટીમની પ્લેઓફમાં પહોંચવાની ઉમ્મીદ અકબંધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News