અનિયંત્રિત ફુગાવો ભારતની વાસ્તવિક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને ઉધોગ અને નિકાસને અસર પહોચશે તેવી આરબીઆઈએ ચેતવણી આપી છે.જો ફુગાવામાં તીવ્ર વધારો નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તે ભારતીય અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે. બેન્કિંગ સેકટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવેમ્બર મહિના માટે જારી કરેલા બુલેટિનમાં આ વાત કહી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, તહેવારોની મોસમ દરમિયાન વપરાશમાં વધારો અને કૃષિ ક્ષેત્રમાં રિકવરીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના બીજા કવાર્ટરમાં અર્થતંત્રને ટેકો આપ્યો છે અને માંગમાં મંદીને સરભર કરી છે. પરંતુ ફુગાવાના દરમાં અનિયંત્રિત વધારો વાસ્તવિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે આકટોબર ૨૦૨૪માં, છૂટક મોંઘવારી દર ૬.૨૧ ટકાના ૧૪ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, યારે ખાધ ફુગાવાનો દર ૧૧ ટકાના ૧૦.૮૭ ટકાની આસપાસ રહ્યો છે
આરબીઆઈએ પણ સ્વીકાયુ છે કે મોંઘવારીને કારણે શહેરી વિસ્તારોમાં વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે. એફએમસીજી કંપનીઓએ જાહેર કરેલા બીજા કવાર્ટરના પરિણામોમાં પણ આ કંપનીઓએ આ જ વાતનો પુનરોચ્ચાર કર્યેા છે. એફએમસીજી કંપનીઓએ કહ્યું કે બેક બ્રેક ફુગાવાના કારણે શહેરી વિસ્તારોમાં એફએમસીજી અને ખાધ ચીજોની માંગ પર અસર થઈ છે. નેસ્લેના સીઈઓ સુરેશ નારાયણે તો ત્યાં સુધી કહ્યું કે જે લોકો પાસે પૈસા છે તેઓ ઘણો ખર્ચ કરી રહ્યા છે. પણ મધ્યમ વર્ગના હાથ તગં છે. હકીકતમાં, આકટોબર ૨૦૨૪ માં, છૂટક મોંઘવારી દર ૬.૨૧ ટકાના ૧૪ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, યારે ખાધ ફુગાવાનો દર ૧૧ ટકાના ૧૦.૮૭ ટકાની આસપાસ રહ્યો છે.જીવન ખર્ચ વધ્યો
અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને આરબીઆઈ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે ઓકટોબર મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ સપ્ટેમ્બરમાં મોંઘવારી અંગે આરબીઆઈ દ્રારા આપવામાં આવેલી ચેતવણીઓને યોગ્ય ઠેરવે છે. ખાધ ચીજવસ્તુઓ અને ખાધતેલોના ભાવમાં તીવ્ર વધારાને કારણે ફુગાવો વધ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જે લોકો ઘરે કામ કરે છે અથવા ઘરે રસોઇ કરે છે તેમના વેતનમાં વધારો થવાને કારણે લોકોના જીવન પર ખર્ચનું દબાણ વધ્યું
છે.
ફગાવાના કારણે ઉધોગ અને નિકાસને નુકસાન
આરબીઆઈએ સામાન અને સેવાઓમાં ઈનપુટ ખર્ચમાં વધારો કર્યા પછી આ વસ્તુઓના વેચાણ કિંમતો પર નજર રાખવાની જરિયાત પર ભાર મૂકયો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ફુગાવાના કારણે શહેરી વિસ્તારોમાં વપરાશની માંગ પહેલાથી જ ઘટી રહી છે અને તેનાથી કોર્પેારેટસની કમાણી અને મૂડી ખર્ચ પર પણ અસર પડી છે. આવી સ્થિતિમાં જો કોઈ નિયંત્રણ વિના મોંઘવારી દરને વધવા દેવામાં આવશે તો તેનાથી ઉધોગ અને નિકાસ સહિત અર્થતંત્રને નુકસાન થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech