કેન્દ્રીય કેબિનેટે ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂકને મંજૂરી આપી છે. સંજય મલ્હોત્રા ૧૯૯૦ બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી અને હાલમાં મહેસૂલ સચિવ આવતીકાલે ચાર્જ સંભાળશે. આરબીઆઈ ગવર્નરનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે.
ફિગરિંગ આઉટ પોડકાસ્ટમાં યુટુબર રાજ શમાની સાથે વાત કરતી વખતે, રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે મેં એકવાર ગણતરી કરી અને મને ખબર પડી કે જો અમે અમાં ઘર વેચીશું તો અમને ૪૫૦ કરોડ પિયા મળશે. વાસ્તવમાં, હાલમાં આરબીઆઈ ગવર્નરને મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં જે બંગલો રહેવા મળે છે તે ઘણો મોટો અને આલીશાન છે. આ બંગલામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. પગારની વાત કરીએ તો આ જ પોડકાસ્ટમાં સપ્ટેમ્બર ૨૦૧૩થી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી આરબીઆઈ ગવર્નર રહેલા રઘુરામ રાજને જણાવ્યું હતું કે તેમના સમયમાં ગવર્નરની વાર્ષિક સેલરી માત્ર ૪ લાખ પિયા હતી.
એનબીટી પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, એક આરટીઆઈ દ્રારા પ્રા માહિતી અનુસાર, અગાઉના ગવર્નર શકિતકાંત દાસનો માસિક પગાર ૨.૫ લાખ પિયા હતો. શકિતકાંત દાસ પહેલા આરબીઆઈના ગવર્નર રહેલા ઉર્જિત પટેલને પણ આટલો જ પગાર મળતો હતો. યારે આરબીઆઈના અન્ય ઉચ્ચ અધિકારીઓના પગારની વાત કરીએ તો ડેપ્યુટી ગવર્નરનો પગાર ૨.૨૫ લાખ પિયા પ્રતિ માસ છે. યારે એકિઝકયુટિવ ડાયરેકટરનો પગાર ૨.૧૬ લાખ પિયા પ્રતિ માસ છે. સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના ૧૯૯૦ બેચના આઈએએસ અધિકારી છે. તેણે આઈઆઈટી, કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યેા છે અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ૩૩ વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે પાવર, ફાઇનાન્સ અને ટેકસેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ દર્શાવ્યો છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech