પોરબંદરમાં સરકારી આર.જી.ટી. કોલેજ ખાતે ભાવિ શિક્ષકોને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરવાની સાથોસાથ નશાબંધી વિષયક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
નશાબંધી સપ્તાહ -૨૦૨૪ની ઉજવણીના બીજા દિવસે રામબા ટીચર્સ કોલેજ ખાતે નશાબંધી વિષયક ડીબેટ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જાણીતા લોકસાહિત્યકાર શક્તિદાન ગઢવી દ્વારા લોકસાહિત્યનો કાર્યક્રમ મહાનુભાવોના પ્રવચન, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
કાર્યક્રમની શઆત આમંત્રિત મહેમાનોનું કંકુ-ચાંદલાથી સ્વાગત કરી ગુજરાત અને ભારતભરમાં શાંતિ બની રહે તેમજ નશાપી રાક્ષસનો નાશ થાય. ભારતની પ્રગતિ થતી રહે તે માટે સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. કાર્યક્રમની શઆતમાં પ્રોફેસર જોષીએ આમંત્રિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી, પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ ખુલ્લો મૂકયો. ત્યારબાદ તાલીમાર્થી વિદ્યાર્થીએ નશાબંધી વિષયક ડીબેટ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શન કર્યુ. ત્યારબાદ જાણીતા લોકસાહિત્યકાર શક્તિદાન ગઢવીએ લોકસાહિત્યની ભાષામાં નશો કેવી રીતે વિનાશ કરે તે માહિતી આપણા ધર્મગ્રંથો ઉપરથી ઉદાહરણો દ્વારા સમજાવ્યા તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી છંદ, અલંકાર અને સાહિત્યની ભાષામાં ગમ્મત સાથે માર્ગદર્શન પૂરુ પાડયુ અને જણાવ્યુ કે આપણે શિવાજી, મહારાણા પ્રતાપ, ગાંધીજી જેવા ક્રાંતિકારી બાળકોને જન્મ આપવાનો છે. જે વ્યસનથી શકય નથી એટલે બહેનોને જણાવ્યુ કે વ્યસની જીવનસાથીને કયારેય પસંદગી કરવી નહી. કારણકેતે વ્યસન હમેશા બરબાદીના રસ્તે જ લઇ જાય છે. જેવુ તાલીમાર્થી વિદ્યાર્થીઓને નશાબંધી ખાતા દ્વારા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. ત્યારબાદ કોલેજના પ્રોફેસર ડોડીયાએ જણાવ્યુ કે અમારા તાલીમાર્થીઓ ભવિષ્યમાં ‘નશાબંધી’ મિશનને પૂરુ કરશે તેવો વિશ્ર્વાસ આપી આભારવિધિ રજૂ કરી.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ.વી.રાઠોડ તેમજ લોકસાહિત્યકાર શક્તિદાન ગઢવી તેમજ ડો. નરેન્દ્ર ડોડીયા, ડો. રામચંદ્ર મહેતા, તેમજ ડો. કે.એમ. જોષી તથા નશાબંધી તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech