મહાપાલિકામાં ફાયર એનઓસી માટે લાઇનો લાગી

  • June 10, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે વોર્ડવાઇઝ કડક ચેકિંગ અને સિલિંગ ડ્રાઇવ હાથ ધરાયા બાદ મહાપાલિકા કચેરીમાં જે રીતે ફાયર એનઓસીની અરજી કરવા માટે અરજદારો ઉમટી રહ્યા છે તે જોતા કોઈ પણ નાગરિકના મનમાં એવો સવાલ સહજ રીતે જ ઉપસ્થિત થયા વિના રહે નહીં કે શું રાજકોટમાં અત્યાર સુધી બધું લોલંલોલ જ ચાલતું હતું ? બીજી બાજુ ટીઆરપી ગેમઝોન અિકાંડની દુર્ઘટના બાદ નો દલીલ, નો અપીલ સીધી જ મિલ્કત સીલની નીતિથી કાર્યવાહી થતા ભલામણીયાઓ અને લાગવગીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને મહાપાલિકામાં ફાયર એનઓસી મેળવવાની અરજી કરવા અરજદારોનો એવો ધસારો થઇ રહ્યો છે કે ફકત અરજી ઇનવર્ડ લેવા પાંચ–પાંચ કર્મચારી મુકવા પડા છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા દરેક વોર્ડ દીઠ એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ વોર્ડ કમિટી દ્રારા ઝૂંબેશના પમાં ચકાસણીની કામગીરી હાથ ધરાઇ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે તા.૧૦ જૂનના સવારથી બપોરે રિશેષ સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૨૫ એકમોની ચકાસણી કરી હતી અને તેમાંથી કુલ ૯ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા. રિશેષ પૂર્ણ થયા બાદ બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીમાં ચેકિંગ અને સિલિંગ ડ્રાઈવનો બીજો રાઉન્ડ શ થશે.

ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી મિલકતો સીલ કરવા હત્પકમ કરાયા બાદ છેલ્લા એક પખવાડિયામાં ૧૨૦ જેટલી શાળાઓ અને ટુશન કલાસીસ સહિત કુલ ૫૦૦થી વધુ સંકુલો અને મિલકતો સીલ કરાતા કાયદા અને નિયમોનું પાલન કરવાને બદલે કાયદા અને નિયમો તો તોડવા માટે જ હોય છે તેવી માનસિકતા ધરાવનારાઓમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. હવે કોઈ લાલીયાવાડી નહીં ચાલે તેવો અહેસાસ થઇ જતાં હાલ સુધી ભલામણ કે લાગવગથી કામ ચલાવનારા હવે અરજી ઇનવર્ડ કરાવવા લાઈનમાં ઉભા રહેવા લાગ્યા છે.
સીલ ખોલવા માટેની અરજીઓ માટે કમિટીની રચના કરાય છે અને આ કમિટિ કેસ–ટુ–કેસ ગુણ–દોષ જોઇને અરજીનો નિકાલ કરી રહી છે, ખાસ કરીને સીલ ખોલવા મંજૂરી અપાય તેમને જરી પૂર્તતા કે દુરસ્તી કરવા માટે જ શરતોને આધીન સીલ ખોલી અપાય છે તેમને બિલ્ડીંગના વપરાશ માટે મંજુરી અપાતી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application