તેલંગણામાં ઝડપાયેલો નકલી ઇન્સ્યુલિનનો જથ્થો સૌરાષ્ટ્ર્ર–કચ્છ સુધી પહોંચ્યો ? ભારે ગભરાટ

  • March 21, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાણામાં નકલી ઇન્સ્યુલિનનો લાખોની માત્રામાં જથ્થો ઝડપાયો છે એના પગલે આ નકલી ઇન્સ્યુલિન સૌરાષ્ટ્ર્રમાં ઘૂસ્યા છે કે શું ?તે બાબતને લઈને દવાના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ વાતની ગંભીર રીતે નોંધ લઈ સૌરાષ્ટ્ર્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનએ દવાના વેપારીઓ અને દર્દીઓ બંનેને એલર્ટ કરી ઇન્સ્યુલિનની ખરીદી વખતે સતર્ક રહેવા માટે અપીલ કરી છે.

તેલંગાણાના ડ્રગ્સ કંટ્રોલ વિભાગ એ હૈદરાબાદમાં દરોડા પાડી જથ્થાબધં વિક્રેતાઓને ત્યાંથી નકલી ઇન્સ્યુલિન નો લાખો પિયાનો જથ્થો જ કર્યેા છે જેમાં જાણવા મળ્યું કે દિલ્હીની ભગવતી માર્કેટ કે યાં ડુપ્લીકેટ દવાઓ મોટી માત્રામાં બને છે ત્યાંથી આ નકલી ઇન્સ્યુલિનનો જથ્થો ડિલિવર કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ અને સિકંદરાબાદ થી આ ઇન્સ્યુલિન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છ અને ગુજરાતભરમાં સપ્લાય થયો છે કે કેમ? ત્યારે આ નકલી ઇન્સ્યુલિન સૌરાષ્ટ્ર્રમાં ધાબડવામાં આવ્યા છે કે કેમ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે પરંતુ તે પૂર્વે કેમિસ્ટોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે
આ અંગે એસોસિએશનના માનદમંત્રી અનિમેષ દેસાઈ જણાવ્યું હતું કે, સાત થી આઠ કંપની દ્રારા ઇન્સ્યુલિન બનાવવામાં આવે છે અને આ કંપનીઓ પણ ફાર્માની નામાંકિત કંપનીઓ છે ત્યારે આ ડુપ્લીકેટ ઇન્સ્યુલિન કઈ રીતે માર્કેટ સુધી પહોંચ્યા તે ઐંડી તપાસનો વિષય બન્યો છે. નકલી ઇન્સ્યુલિન બજાર કિંમત કરતા ૪૦% થી પણ વધુ ડિસ્કાઉન્ટ ભાવે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે આથી આ બાબતે ખાસ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, ડિસ્કાઉન્ટ આપતા મેડિકલ સ્ટોર માંથી આ ઇન્સ્યુલિન લેવામાં ન આવે, હૈદરાબાદમાં ડ્રગ વિભાગે દરોડા પાડા તેમાંથી ૫૨ લાખની કિંમતના નકલી ઇન્સ્યુલિન ઝડપાયા છે. હાલમાં તો આ જથ્થો ડ્રગ્સ વિભાગે સિઝ કરી દીધો છે.

જો અગાઉ આ વેપારીઓ દ્રારા નકલી ઇન્સ્યુલિન દેશના અન્ય કયાંય જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ એ પૂર્વે લોકો સજાગતા દાખવે તેવી અપીલ કરવામાં આવી છે.ઇન્સ્યુલિન ઇન્જેકશન ની અંદર જેમાં હોલસેલ માર્જિન ૮% અને રિટેલ માર્જિન ૧૬% છે. તે અમુક લેભાગુ રિટેલરો દર્દીઓને ૧૫ થી ૨૫% ડિસ્કાઉન્ટમાં આપે છે.તેમ પ્રમુખ મયુરસિંહ જાડેજા, અનીમેશ દેસાઈ માનદ મંત્રીએ જણાવ્યુ હતું

ઇન્સ્યુલિન કોલ્ડચેઇનમાં છે કે નહીં તેની ખાતરી કરવી

ઇન્સ્યુલિનને સાચવવા માટે બે થી આઠ ડિગ્રી ના વાતાવરણ વચ્ચે રાખવામાં આવે છે યારે કોઈપણ ગ્રાહક આ ઇન્સ્યુલિન લેવા જાય ત્યારે ખાસ કરીને આ બાબત એટલે કે કોલ્ડ ચેનમાં ઇન્સ્યુલિન રાખવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવી. રાજકોટ, સૌરાષ્ટ્ર્ર કચ્છમાં તાપમાનનો પારો ઐંચો છે ત્યારે જો ઇન્સ્યુલિન બહાર રાખવામાં આવ્યા હોય ખરીદતા પહેલા તકેદારી રાખવી કારણ કે આ ઇન્સ્યુલિન માત્ર સાતથી આઠ કંપની બનાવે છે અને જેમાં ખૂબ જ ટેકનોલોજી નો ઉપયોગ થતો હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application