રશ્મિકા મંદાનાના જન્મદિવસ પર, 'પુષ્પા 2'ના નિર્માતાઓએ શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. પોસ્ટરમાં નેશનલ ક્રશની સ્ટાઈલ સાવ અલગ દેખાઈ રહી છે. પુષ્પરાજ ઉર્ફે અલ્લુ અર્જુન બાદ હવે લોકો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે.
2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક ‘પુષ્પા 2: ધ રૂલ’નું પહેલુ પોસ્ટર સામે આવ્યુ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એકવાર આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઘણા સમયથી લોકો ‘પુષ્પા 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલાં જ શ્રીવલ્લીના જન્મદિવસે તેમના ચાહકોને મેકર્સે સરપ્રાઈઝ આપ્યું છે. ‘પુષ્પા 2’નો રશ્મિકા મંદાનાના ફર્સ્ટ લુકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. શ્રીવલ્લીનો આ લુક જોઈ ફેન્સ દંગ રહી ગયા છે.
પુષ્પા 2નો શ્રીવલ્લીનો નવો લુક
‘પુષ્પા 2’ના આ પોસ્ટરમાં રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં ખૂબ જ દમદાર લુકમાં દેખાઈ રહી છે. રશ્મિકા મંદાનાએ લીલા રંગની સાડી પહેરી છે, આ સાથે માંથામાં સિંદૂર અને હાથમાં લીલી-લાલ બંગડીઓ પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી રશ્મિકા મંદાના તેના ગળામાં હાર, નાકમાં વીંટી અને મંગળસૂત્ર સાથેનો નેકલેસ પહેરીને ખૂબ જ જબરદસ્ત દેખાઈ રહી છે. અભિનેત્રીએ લાલ બિંદી, આંખોમાં કાજલ, લિપસ્ટિક અને બાંધેલા વાળ સાથેનો આ લુક ખરેખર ચોંકાવનારો છે.
રશ્મિકા મંદાના-અલ્લુ અર્જુનનો ધમાકો
‘પુષ્પા 2’ના આ પોસ્ટર સાથે, ફિલ્મના ટીઝર રિલીઝની ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે, જે 8મી એપ્રિલે રિલીઝ થશે. અગાઉ, નિર્માતાઓએ ‘પુષ્પા 2’ની OTT રિલીઝની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઓટીટી પ્લેટફોર્મે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર લોકો અભિનેત્રીના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ‘પુષ્પા 2’ નેટફ્લિક્સ પર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ થશે.
ફિલ્મ ‘પુષ્પા 2’ વિશે
દિગ્દર્શક સુકુમારની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ બાદ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ આ સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની સિક્વલમાં તેમની ભૂમિકાઓ ફરી કરતા જોવા મળશે. ‘પુષ્પા 2’ પણ હવે વર્લ્ડ બોક્સ ઓફિસ પર કરોડોની બમ્પર કમાણી કરવા માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech