મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પાછી ઠેલાઈ

  • October 31, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજિસ્ટ્રેશન માટે મુદત વધારાનું અપાતું કારણ: લાભ પાંચમના બદલે હવે તા.૧૧થી ખરીદી શરૂ થશે

ચાલુ સિઝનમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે. માર્કેટયાર્ડ તથા બજારમાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને બહાર લાવવા સરકારે લાભ પાંચમના બદલે વહેલાસર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવી વ્યાપક લાગણી અને માગણી વચ્ચે સરકારે લાભ પાચમથી ખરીદીની કરેલી જાહેરાત પણ હવે પાછી ઠેલવામાં આવી છે અને તારીખ ૧૧ નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે મગફળી સહિતના અન્ય ખરિફ પાકોની ખરીદી ચાલુ કરશે.
ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૪–'૨૫માં મગફળી માટે . ૬૭૮૩ (. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે . ૮૬૮૨ (. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે . ૭૪૦૦ (. ૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે . ૪૮૯૨ (. ૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે. ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરાશે.
રાયના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા. ૩૧ ઓકટોબર સુધી કરવાની હતી, જેની સમયમર્યાદા આગામી તા. ૧૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગ્રામ્યકક્ષાએ ઈ–ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ. મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ–સમૃદ્ધિ પોર્ટલમાં કરાઈ છે. જેનો રાયના ખેડુતોએ લાભ લેવા અનુરોધ છે.
રાયમાં વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદ તા. ૧૧ નવેમ્બરથી તા. ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી કરાશે. રાય સરકાર દ્રારા ખેડુતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની પુરતા પ્રમાણમાં ખરીદી કરવા માટે સરકારે આગોત આયોજન હાથ ધયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News