ભાટીયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

  • November 13, 2024 12:03 PM 

દસ હજાર ખેડૂતોએ નામ નોંધાવ્યા: મબલખ આવક



ભાટીયા માર્કેટીંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્‌યો છે, ત્યારે ભાટીયા માર્કેટીંગ યાર્ડમાં પણ તા. 11/11/ર0ર4 થી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ તાલુકા પંચાયતના પ્રમુખ સોમાતભાઇ ચાવડાના હસ્તે કરાયો છે, આ સાથે ખેતીવાડી અને સહકારી ક્ષેત્રના અગ્રણી ખીમાભાઇ દેવાભાઇ ગોજીયા, ડી.એલ. પરમાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી અને ખેડૂતોને કોઇપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા સોંપેલ એજન્સી સાથે સંકલન રાખવામાં આવશે.

ભાટીયા યાર્ડમાં પ્રારંભના દિવસે જ મોટી સંખ્યામાં મગફળીની આવક થઇ હતી, તેમજ તાલુકાભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રારંભ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ સોમભાઇ ચાવડા, બક્ષીપંચ મોરચા ભાજપ પ્રમુખ ડી.એલ. પરમાર, કિશાન તાલુકા ખરીદ વેંચાણ સંઘ પ્રમુખ ખીમાભાઇ ગોજીયા, જિલ્લા પંચાયત સભ્યો નથુભાઇ ચાવડા, સરપંચ કે.વી. ચાવડા, પૂર્વ સરપંચ નુધાભાઇ કરંગીયા તાલુકા પંચાયત સભ્યો રાજાભાઇ પોસતરીયા, મશરીભાઇ ગોજીયા, મેરગભાઇ ચાવડા-જીડીસી બેંક ડાયરેકટર, લાંબાના સરપંચ કાનાભાઇ ગોજીયા, વેપારી અગ્રણી નીલેશભાઇ કાનાણી, દેવાયતભાઇ ગોજીયા, સામતભાઇ ગોજીયા, રાણાભાઇ કરમુર, સગાભાઇ રાવલીયા, લખુભાઇ ગોજીયા, પાલાભાઇ ચાવડા, દેવાયતભાઇ ગોરીયા, મેભાઇ કંડોરીયા, વિનોદભાઇ ગોજીયા, અરસીભાઇ, કાનુભાઇ કાબરીયા, માલદેભાઇ ગોજીયા, જે.ડી. ચાવડા, મુળુભાઇ ગાધેર સહિતના ખેડૂત આગેવાનો સરકારી ક્ષેત્રના આગેવાનો, સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application