ગોંડલના વાસાવડના યુવકને રાત્રીના વોર્ડ નં–૧૦માં દાખલ ન કરી નીચે મોકલી દેવામાં આવતા યુવક અને તેના મિત્રએ પાકિગમાં રાત વિતાવી હતી અને સવારે યુવકનું મુત્યુ થયું હતું. આ ગંભીર બનાવ અંગેનો આજકાલ દ્રારા સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેને લઇ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ તપાસના આદેશ કરતા આરએમઓ ડો.હર્ષદ દૂસરાએ પ્રાથમિક વિગતો મેળવી સુપ્રિટેન્ડેન્ટને ધ્યાને મૂકી હતી જે બાદ બનાવની ઐંડાણ પૂર્વકની તપાસ અર્થે કમિટી બનાવામાં આવી છે અને કમિટી દ્રારા તા.૧૮થી તા.૧૯ની સવારના આઠ વાગ્યા સુધીના સીસીટીવી ફટેજ ચેક કરવાની સાથે એ સમયે ઇમરજન્સી વિભાગ, વોર્ડ નં–૧૦, આઇસીયુમાં ફરજ પરના તબીબ, નસગ અને કલાસ–૪, સિકયોરિટી, હેલ્પ ડેસ્કના કર્મીઓ સહિતના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયે સુપ્રિન્ટેન્ડેન્ટને રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ફરજમાં બેદરકારી દાખવનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ હોસ્પિટલના સૂત્રો દ્રારા જણાવાયું છે.
બનાવની વિગત જોઈએ તો ગોંડલના વાસાવડ ગામે રહેતો સતીષ બાબુભાઇ (ઉ.વ.૩૧)ના યુવકને ગત તા.૧૮ના રાત્રીના તેનો મિત્ર ગુલઝાર અબ્દુલ શેખ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા ઇમરજન્સી વોર્ડમાં જોઈ તપાસી તેને વોર્ડ નં–૧૦માં દાખલ કરવા માટે મોકલી આપવામાં આવ્યા બાદ વોર્ડ નં–૧૦માં તબીબ એ દર્દીને દાખલ કરવાને બદલે વોર્ડમાંથી નીચે મોકલી દેવામાં આવ્યું હતું અને ગંભીર હાલતમાં દર્દી અને તેના મિત્રએ આખી રાત પાકિગમાં વિતાવી હતી .૧૯મીએ વહેલી સવારે દર્દી યુવકને તેના મિત્રએ જગાડતા જાગતો ન હોવાથી ફરજપરના હેલ્પ ડેસ્કના સ્ટાફ તેમજ સિકયોરિટી સહિતનાએ પાકિગમાંથી સ્ટેચર મારફતે ઇમરજન્સી વોર્ડમાં લાવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ જાહેર કર્યેા હતો. મૃતક યુવક સાથે રહેલા તેના મિત્રને ઇમરજન્સી વિભાગના ફરજ પરના તબીબ દ્રારા પૂછવામાં આવતા દર્દીના મિત્રએ કહ્યું હતું કે, વોર્ડ–૧૦માં દાખલ કરવા માટે લઇ જતા ત્યાં કાગળ બતાવતા અમને નીચે મોકલી દીધા હતા એ પછી અમે પાકિગમાં રાત વિતાવી હતી. વાત સાંભળતા ઈમરજન્સીના ફરજ પરના તબીબે મેડિકલ વોર્ડ–૧૦ના રેસિડેન્ટને બોલાવી દર્દીને દાખલ કેમ નથી કરતા ? આ રીતે ન ચાલે આ ડીસી થઇ ગયું છે તેમ પણ કહ્યું હતું. પરંતુ ડોકટર નામને કલકં લગાડતા ફરજ પરના રેસિડેન્ટ સહિતનાએ હોબાળો ન થાય એ માટે યુકિત પ્રયુકિતથી મૃતદેહને આઈસીયુમાં લઇ જઈ વેન્ટીલેટર પર રાખી નાટક ઉભું કયુ હતું અને સાથે રહેલા તેના મિત્રને એવું કહ્યું હતું કે, આના સગાને બોલાવી લ્યો દર્દી સિરિયસ છે. આથી મૃતકના ભાઈને જાણ કરતા એ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech