નાઘેડી પાસે પેટ્રોલ પંપમાંથી ડીઝલ ભરાવી નાણા નહિ ચુકવનાર ટ્રક માલિકને સજા

  • April 05, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા એક પેટ્રોલ પંપમાં ડીઝલ ભરાવ્યા પછી તેની રકમ પૈકીનો આપેલો ચેક બેંકમાંથી નાણાના અભાવે પાછો ફરતાં અને ચેક મુજબની રકમ નહીં આપતાં અદાલત નો આશરો લેવાયા પછી અદાલતે ટ્રકના માલિકને કસુરવાન ઠેરવી સજા ફટકારી છે.
 આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડીના પાટીયા પાસે આવેલા શહીદ વીર રમેશ પેટ્રોલિયમમાં સરમત ગામના રણજીતસિંહ અભેસંગ જાડેજા નામના ટ્રક ચાલકે પોતાના ટ્રકમાં ડીઝલ ભરાવવા માટે પંપમાં ખાતું ખોલાવ્યું હતું, અને પ,૩૫,૦૩૬.૩૧ નું ડીઝલ ભરાવ્યા પછી તે રકમનો ચેક આપ્યો હતો, અને ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો, જે અંગે ટ્રકમાલિક સામે નોટિસ આપવા છતાં ચેક મુજબની રકમ આપી ન હોવાથી જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
 જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે ડીઝલના પૈસા નહીં ચુકવનાર ટ્રક માલિક રણજીતસિંહ જાડેજાને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેક ની રકમ ૯૦ દિવસમાં કરવા હુકમ ફરમાવ્યો છે, અને જો રકમ ભરપાઈ ન કરે તો વધુ ચાર મહિનાની સજાનો હુકમ પણ ફરમાવ્યો છે. આ સજા સમયે આરોપી અદાલત સમક્ષ હાજર થયો ન હોવાથી અદાલતે વોરંટ ઇસ્યુ કરી જિલ્લા પોલીસ વડા મારફતે તેની બજવણી કરવા આદેશ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application