હર્ષદપુરમાં જિલ્લા કલેક્ટરના હસ્તે પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ

  • June 24, 2024 10:48 AM 

24 અને 25 જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે



ખંભાળિયાના હર્ષદપુરથી ‘બાળ લકવા નાબૂદી અભિયાન’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે 23 જૂન અંતર્ગત પોલિયો વિરોધી રસીકરણનો પ્રારંભ કરાયો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીની વય જૂથના 94,651 થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1514 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને જિલ્લાના 379 પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.


સમગ્ર જિલ્લામાં 23 જૂનના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 24 અને 25 જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધીબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, આરોગ્ય સમિતિના ચેરમેન ગીતાબેન વનરાજભા માણેક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી તેમજ બાળકોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application