ટીમ ઈન્ડિયાનો પાવરફુલ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા એક નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી રમાશે. પૂજારા આ મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળી શકે છે. પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે 103 ટેસ્ટ મેચ રમી છે.
પુજારાએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે જૂન 2023 પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. પૂજારા હવે નવી જવાબદારી સાથે જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, પૂજારા સ્ટાર સ્પોર્ટ્સ માટે હિન્દી કોમેન્ટ્રી કરી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પુજારા ભારતનો અનુભવી બેટ્સમેન રહ્યો છે. ટેસ્ટમાં તેનો રેકોર્ડ સારો છે.
ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટમાં રોહિત શર્મા વગર મેદાનમાં ઉતરી શકે છે. રોહિત પર્થ ટેસ્ટ છોડવાનો છે. તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. તેથી, રોહિત પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તે એડિલેડ ટેસ્ટમાંથી મેદાનમાં પરત ફરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે.
પુજારાએ 2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ મેચ રમી હતી. તેણે તેની છેલ્લી મેચ 2023માં રમી હતી. પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 103 મેચ રમી છે. આ દરમિયાન તેણે 7195 રન બનાવ્યા છે. તેણે ભારત માટે બેવડી સદી પણ ફટકારી છે. પૂજારાએ ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન રહ્યો છે. હવે પુજારા ક્રિકેટ બાદ કોમેન્ટ્રી કરતો પણ જોવા મળી શકે છે. જો કે આ અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અંતરીક્ષમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech