થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.દરમિયાન સમી સાંજના શહેરના રૈયા ચોકડી પાસે સિગ્નલ તોડતા કારચાલકને પોલીસ ઇ મેમો આપવાની કાર્યવાહી કરી હતી.જેમાં વાર લાગતા કાર ચાલક ઇજનેર યુવાને પોલીસને ગાળ આપી હતી.જેથી મામલો બીચકયો હતો.બાદમાં પીએસઆઇ અને કારચાલક વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હતી.જે ઘટનાનો વીડિયો પણ આગની જેમ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
સમી સાંજના શહેરના રહ્યા ચોકડી પાસે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.બી.રોહડીયા, એએસઆઇ નિશાબેન સહિતનો સ્ટાફ થર્ટી ફર્સ્ટને લઈ વાહન ચેકિંગ કરી રહ્યો હતો દરમિયાન એક કાર ચાલકે સિગ્નલ તોડ્યું હતું જેથી પોલીસે આ કાર અટકાવી તેને ઈ ચલણ આપવાની કાર્યવાહી કરી હતી. પરંતુ સર્વર ડાઉન હોવાથી ઈ ચલણ આપવામાં વાર લાગતા આ કાર ચાલકે પી.એસ.આઇ અયોગ્ય રીતે વાત કરતા પીએસઆઇએ તેને સભ્યતાથી વાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ પણ ઈ ચલણ ઇશ્યૂ થયું ન હોય દરમિયાન આ કારચાલકે પોલીસ સ્ટાફની હાજરીમાં જ પોલીસને ગલીચ કક્ષાની ગાળ દેતા હાજર પોલીસ સ્ટાફ સામસમી ઉઠ્યો હતો. દરમિયાન પીએસઆઇ રોહડીયાએ ઉગ્ર બનેલા આ કાર ચાલકને કાબુમાં કરવાની કોશિશ કરતા બંને વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઈ હતી ત્યારબાદ પોલીસે કાર ડીટેઇન કરી હતી.
કારચાલક યુવાનનું નામ માનવ જોશી હોય તે રૈયા રોડ પર બાપાસીતારામ ચોક પાસે રહે છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. આજરોજ તે તેની માતા સાથે કારમાંથી અહીંથી પસાર થતો હતો દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બન્યા બાદ પોલીસે કારચાલકને પોલીસ સ્ટેશન લઈ જતા બાદમાં અહીં તેના વાલી આવી પુત્રનું ભવિષ્ય ન બગડે તે માટે પોલીસને રજૂઆત કરી હતી. અંતે પોલીસે માનવીય વલણ દાખવી કારચાલક યુવાન પાસે માફીનામું લખાવી જરૂરી કાર્યવાહી કરી હતી જોકે યુવાનના ભવિષ્યને ધ્યાને લઇ ફરિયાદ નોંધાવી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech