જૂનાગઢમાં કાલે નરેન્દ્ર મોદીની જાહેર સભા

  • May 01, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ, ગીર સોમના પોરબંદર અને અમરેલી  ચાર જિલ્લાના ઉમેદવારો માટે જનમેદનીને સભા સંબોધશે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આજે પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 

લોકસભા ચૂંટણીના મતદાનને એક સપ્તાહી પણ ઓછો સમય બાકી રહ્યો છે.ત્યારે અંતિમ સપ્તાહમાં મતદારોને રિઝવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જુનાગઢ ખાતે જુનાગઢ, ગીર સોમના , પોરબંદર અને અમરેલી ચારજિલ્લાના અંદાજિત ૪૦,૦૦૦ લોકોને સંબોધન કરશે. કૃષિ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સ્ટેજ અને ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. કૃષિ યુનિવર્સિટી ખાતે ખાસ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે. બપોરે ૩:૧૫ કલાકે વડાપ્રધાન સભાને સંબોધવા કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. વડાપ્રધાનની સો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સહિતના મંત્રી મંડળના સભ્યો પણ ખાસ ઉપસ્તિ રહેશે. આ ઉપરાંત જુનાગઢ લોકસભાના રાજેશભાઈ ચુડાસમા, માણાવદર વિધાનસભા બેઠકના અરવિંદ લાડાણી, પોરબંદરના મનસુખભાઈ માંડવીયા સહિતના ઉમેદવારો પણ ઉપસ્તિ રહેશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ શહેર ભાજપની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જિલ્લ ા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ઝવેરીભાઈ ઠકરાર  સહિત ભાજપ અગ્રણીઓના  માર્ગદર્શન નીચે શહેર ભાજપની ટીમ દ્વારા વ્યવસ અને મેદની માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 

વડાપ્રધાનની જાહેર સભા અંતર્ગત સાત એસપી, ૧૫ ડીવાયએસપી, ૨૨ પી.આઈ, ૧૧૭ પીએસઆઇ ૧૦૫૨ પોલીસ સ્ટાફ, ૧૮૪ એસઆરપી જવાનો, ત્રણ  ગાર્ડ, ૬૦૦ હોમગાર્ડ જીઆરડીના જવાનો સહિત ૨૨૫૦થી વધુ પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે ખડે પગે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા ચેકિંગ હા ધરવામાં આવ્યું છે. 

વડાપ્રધાનની જાહેર સભાને ટ્રાફિક વ્યવસ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કૃષિ યુનિવર્સિટી આસપાસ લારી ધારકોને દૂર કરવામાં આવ્યા છે. તો આજે વડાપ્રધાનના આગમન પૂર્વે વ્યવસના ભાગરૂપે તંત્ર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.આવતીકાલે બપોરે ચાર જિલ્લાના ઉમેદવારો તરફે જાહેર સભાને સંબોધન માટે ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application