ચોટીલા પ્રાંત અધિકારી દ્રારા ગેર કાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરનારા ઉપર તવાઈ હાથ ધરવામાં આવી છે જેઓએ છેલ્લ ા કેટલાક દિવસોથી ઘોસ બોલાવતા કરોડના વાહનો જ કરી દડં ફટકાર્યેા છે. ગત રાત્રે ચોટીલા રાજકોટ હાઇવે અને ગ્રામ્ય ટો ઉપર ચેકીંગ હાથ ધરતા પાચ વાહનો સહિત ૧,૨૦,૮૫,૪૪૪નો મુદ્દામાલ જ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચોટીલા ખાતે નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્રારા રાત્રે ૮–૦૦ વાગ્યાથી ૧–૦૦ વાગ્યા દરમ્યાન ચોટીલા–રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી તથા આપા ગીગાના ઓટલો, સાંગાણી પુલ પર તેમજ મઘરીખડા ગામ તરફનાં હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રીતે ઓચિંતી ખાનગી રાહે રેડ પાડતા રોયલ્ટી પાસ વગરના ઓવર લોડેડ તેમજ અનઅધિકૃત ખનિજનું વહન કરતા કુલ–૫ ટ્રક તેમજ રેકી માટે ઉપયોગમાં લેવામાં આવતા મોબાઈલ ઝડપી પાડયા હતા.
પકડાયેલા જથ્થો, વાહનો સહિતના મુદ્દામાલની કુલ રકમ પિયા ૧ કરોડ ૨૦ લાખ ૮૫ હજાર ૪૪૪ જે તમામ ટ્રકનું વે–બ્રીજ ખાતે વજન કરી, તમામ ટ્રકને જ કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે મુકીને ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેરકાયદેસર માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ લ્સ ૨૦૧૭ ના નિયમોના નિયમ–૧૪ થી અમોને મળેલ સત્તા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
તેમજ આ રેડ દરમ્યાન ઘણાબધા ટ્રક–ડમ્પર રસ્તાઓ પર ખાલી કરીને નાસી છુટા હતા. તેમજ જ કરેલ મોબાઈલ માંથી સમગ્ર રેડ દરમ્યાન ડેપ્યુટી કલેકટર, ચોટીલાની પળેપળની રેકી કરીને માહિતી નાખેલ હોવાનું પણ બહાર આવેલ છે.અને આવા ગૃપમાં અપડેટ આપતા અને રાખતા ખનીજ માફિયાઓ વિધ્ધ મળી આવેલા પુરાવાઓના આધારે પણ સખ્ત કાર્યવાહી હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે.
પ્રાત અધિકારી દ્રારા છેલ્લ ા કેટલાક દિવસોથી પકડવામાં વાહનો ઉપરથી સાબિત થાય છે કે ખનીજ માફિયાઓ દિવસ કરતા રાત્રીનાં સમયે વધુ સક્રિય બને છે અને હાઇવે ઉપર કહેવાતા પોલીસ, આરટીઓ અને ખનીજ વિભાગના પેટ્રોલીંગ ઉપર પણ શંકા અને સવાલ ઉભા કરે છે.
પોલીસે જીજે–૧૩એએકસ–૫૨૬૭ નંબરના ટ્રક સાથે અજયસિંહ અગરસગં પરમાર મું.નવી મોરવાડને (સાદી રેતી) સાથે જીજે–૧૩એએકસ–૪૨૪૨ને કરશન લગધીરભાઈ લુણી મું. પીયાવા તા.ચોટીલાને (સાદી રેતી) સાથે જીજે–૧૩એડબલ્યુ–૨૦૦૬ ભરત ચાંપરાજભાઈ બોરીચા મું.થાનગઢ તા.થાનગઢને (કાર્બેા.સેલ– કોલસા) સાથે એનએલ–૦૬એ–૬૫૦૩ મહેશ મંગળુભાઈ ખવડ મું.નવાગામ (જશાપર) તા.સાયલા ને સાદી રેતી સાથે તથા જીજે–૧૦ ટીએકસ–૭૫૫૧ શૈલેશ ગમારા મું.રાજકોટને (સાદી રેતી) સાથે ઉપરાંત મોબાઇલ નંગ–૩ મળી કુલ રૂા. ૧,૨૦,૮૫,૪૪૪નો મુદ્દામાલ જ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech