અમરેલી લેટરબોંબનની આગના હજુએ લબકારા થઇ રહ્યા છે, પોલિટિક્સ ડ્રામા બનેલા આ બનાવમાં રાજકીય સ્ક્રીપ્ટ લખાઈ રહી છે. અને તેની પાછળ અમરેલીના જ નેતાઓ હોવાનું જણાઈ રહ્યું છે. જામીન પર છૂટીને પાટીદાર યુવતિ પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પત્ર લખી પોતાના ઉપર કાયદાના રક્ષકોએ જે અત્યાર કર્યો છે એ માટે જવબદારો સામે પગલા લેવા સહિતની બાબતો વર્ણવી હતી અને મીડિયા સમક્ષ પણ પોતાને પોલીસે પગના ભાગે દંડા માર્યા હોવાની વાત જણાવી હતી. પોલીસ પર અત્યાચાર કયર્નિા આક્ષેપથી અમરેલી પોલીસ સામે રાજકીય ઈશારે કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા છે અને લોકોમાં પણ પોલીસની નીતિરીતિ સામે રોષ જોવા મળ્યો છે. ત્યારે પોલીસે પોતાની આબરૂ બચાવ માટે સીટની રચના કરી તપાસ સોંપી છે.
આ તપાસમાં પોલીસે યુવતીના આક્ષેપ મુજબ મારમારવામાં આવ્યો છે કે કેમ એ જાણવા માટે મેડિકલ ચેકઅપ કરાવવા માટે રાત્રીના ઘરેથી અમરેલી લઇ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં જ પરેશ ધાનાણી પહોંચી ગયા હતા અને સીટની ટીમને રોકી પોલીસની બોલેરોમાંથી પાયલને ઉતારી લેવામાં આવી હતી અને કહ્યું હતું કે, અત્યારે નહીં સવારે પાયલને મેડિકલ ચેકઅપ માટે લઇ જજો, પાયલએ પણ પોતાને અત્યારે ઘરે મૂકી જવા પહેતાં પોલીસ પાયલને ઘરે મૂકી આવી હતી. તો બીજી તરફ પૂર્વ વિપક્ષી નેતા ધાનાણી ખુલ્લીને મેદાનમાં આવ્યા છે અને રણ ટંકાર કર્યો છે કે, યુવતીને મારમારનારાઓને 24 કલાકમાં ડિસમિસ કરવામાં નહીં આવે તો પોતે અમરેલી એસ.પી સામે ઘરના કરશે. અને આંદોલનના મંડાણ માંડશે. વધુમાં ધાનાણીએ ધારાસભ્ય વેકરિયાને પણ પડકાર ફેંક્યો છે કે, જો સાચા હોય તો તા.8ના સાંજે 6 વાગ્યે રાજકમલ ચોકમાં જાહેરમાં ચચર્િ કરવા માટે આવે અને જો નહીં આવે તો તમે ખોટા છો એવું માની લેવામાં આવશે. જેની ઠુંમરને ઓવર ટેક કરી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં ધાનાણી આવી જતા કોંગ્રેસમાં પણ કેટલીક ચચર્ઓિ જાગી છે. ત્યારે આવતા દિવસોમાં લેટર બોમ્બ મામલે બીજા કોઈ ભડાકા થાય છે કે કેમ એ જોવું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech