જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા શરૂ થતાં મુસ્લિમ પક્ષ દ્રારા વિરોધ

  • February 02, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જ્ઞાનવાપી મસ્જિદની અંદર વ્યાસ ભોંયરામાં પૂજા શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને થોડા કલાકો પછી, મધ્યરાત્રિએ, જ્ઞાનવાપીની અંદર મંત્રો ગુંજવા લાગ્યા. શખં અને ઘંટના નાદ વચ્ચે હર હર મહાદેવના નાદ શ થયા. જો કે, મુસ્લિમ પક્ષે આ નિર્ણય વિદ્ધ ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષે વારાણસીની ડિસ્ટિ્રકટ કોર્ટમાં અરજી દાખલ કરીને હિન્દુ પક્ષને આ સ્થળે પૂજા કરવાથી રોકવાની વિનંતી પણ કરી છે.


ઈન્તેજામિયા કમિટીના વકીલ એસએફએ નકવીએ કહ્યું કે તેઓએ આ મામલે વહેલી સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અરજી કરી છે. કોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી મંડળ અને આચાર્ય વેદ વ્યાસ પીઠ મંદિરના મુખ્ય પૂજારી શૈલેન્દ્ર કુમાર પાઠકને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

આ બધા વચ્ચે જ્ઞાનવાપી કેમ્પસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજને લઈને પોલીસ ઘણી સતર્ક છે. પોલીસ દળ સંવેદનશીલ વિસ્તારોમાં લેગ માર્ચ કરી રહ્યું છે.દરમિયાન, અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિએ મુસ્લિમ પક્ષને અપીલ કરી છે કે તેઓ આજે તેમની દુકાનો અને વ્યવસાયો બધં રાખે અને ખાસ જુમા નમાઝ અદા કરે.

સંસ્થાના જનરલ સેક્રેટરી અબ્દુલ બતિન નોમાનીએ ગઈકાલે સાંજે જારી કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, વારાણસી જિલ્લા ન્યાયાધીશના નિર્ણયના આધારે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજા શ થઈ ગઈ છે. આ સ્થિતિને જોતા વિવિધ મુસ્લિમ સંગઠનોએ અપીલ જારી કરી છે. આ અંતર્ગત ૨ ફેબ્રુઆરીએ મુસ્લિમોએ શાંતિપૂર્ણ રીતે તેમના વેપાર–ધંધા અને દુકાનો બધં રાખવી જોઈએ અને ખાસ નમાઝ અદા કરવી જોઈએ.
અપીલમાં દેશભરના મુસ્લિમોને પોતપોતાના શહેરો અને વિસ્તારોમાં વિશેષ નમાજની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અપીલમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન સંપૂર્ણ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ, મુસ્લિમે તે જ મસ્જિદમાં જવું જોઈએ યાં તે સામાન્ય રીતે નમાજ પઢવા જાય છે અને શુક્રવારની નમાજ અદા કરે છે. મુસ્લિમ મહિલાઓને ઘરે નમાજ અદા કરવાનું કહેવામાં આવ્યું છે અને લ સમારંભો અને અન્ય કાર્યક્રમો સાદગી સાથે યોજવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

શંખ અને ઘંટના નાદ વચ્ચે વ્યાસ ભોંયરામાં રોજ થશે પાંચ આરતી
કોર્ટના નિર્ણય બાદ ગત રાતથી જ જ્ઞાનવાપી મસ્જિદની અંદર વ્યાસ ભોંયરામાં નિયમિત પૂજા શ થઈ ગઈ છે. જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં રોજની પાંચ આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ મંગળા આરતી થશે, ત્યારબાદ ભોગ આરતી, બપોરે આરતી, સાંજની આરતી અને શયન આરતી થશે.વારાણસી કોર્ટના આદેશ બાદ બુધવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગે વ્યાસજીનું ભોંયં ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની સફાઈ કરવામાં આવી હતી. ત્યારપછી મધરાતે વારાણસી પોલીસ પ્રશાસનની હાજરીમાં પૂજારીઓએ વ્યાસજીનું ભોંયં ખોલ્યું અને ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application