બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો જામનગરમાં કરાશે વિરોધ: મૌનરેલી યોજી આવેદનપત્ર અપાશે

  • December 03, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો જામનગરમાં કરાશે વિરોધ: મૌનરેલી યોજી આવેદનપત્ર અપાશે

હિન્દૂ એકતા સમિતિ દ્વારા પટેલ વાડી, સરલાબેન ત્રિવેદી આવાસ ભવન શરૂ સેક્શન પાસેથી નીકળશે મૌનરેલી

મોટી સંખ્યામાં  જામનગર વસતા હિન્દૂ ભાઈ બહેનોને મૌનરેલીમાં જોડાવવા કરવામાં આવ્યું આહવાન

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અને હિંદુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિંદુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે,સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે,હિંદુ એકતા સમિતિ જામનગર દ્વારા આ મુદ્દે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

હિંદુ એકતા સમિતિ જામનગર દ્વારા આગામી તારીખ ૦૪-૧૨-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ સેક્શન નજીક આવેલા પટેલ વાડી (સરલાબેન ત્રિવેદી આવાસ ભવન સામે) થી વિશાળ મૌનરેલી સ્વરૂપે પસાર થઈ જિલ્લા સેવા સદન જામનગરમાં કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે,આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિ,મિત્ર મંડળ, હિંદુ ભાઈ બેહનો અને સંસ્થાઓને વિશાળ સંખ્યામાં હિન્દૂ એકતા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application