રાજધાની દિલ્હીમાં વક્ફ સુધારા બિલ વિરુદ્ધ જંતર-મંતર પર મુસ્લિમ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ જોડાયા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં બોર્ડ ઉપરાંત, જમિયત ઉલેમા-એ-હિંદ, જમાત-એ-ઈસ્લામી જેવા ઘણા મુસ્લિમ સંગઠનોએ પણ ભાગ લીધો છે.સરકાર આ બિલને વર્તમાન સત્ર (બજેટ સત્રના બીજા તબક્કા) માં સંસદમાં રજૂ કરી શકે છે. બોર્ડે પુનરોચ્ચાર કર્યો કે જો આ બિલ પસાર થશે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પણ વક્ફ સુધારા બિલ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પર પહોંચ્યા છે.
બીજેડી સાંસદ મોહિબુલ્લાહ ખાને કહ્યું, જેપીસીએ અમારા સૂચનનો સ્વીકાર કર્યો નથી. તમે મુસ્લિમોના ધર્મમાં શા માટે પ્રવેશ કરવા માંગો છો? અમારા ધર્મમાં પ્રવેશવાની શું જરૂર છે? કેન્દ્ર સરકાર અમારા સમુદાયમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે, તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તમે લોકો આગ સાથે રમી રહ્યા છો. અલ્લાહની લાકડી કોઈ અવાજ નથી કરતી.અત્યાર સુધીમાં જંતર-મંતરના વિરોધ પ્રદર્શનમાં અબુ તાહિર ખાન (ટીએમસી- સાંસદ), કે સી બશીર (આઈયુએમએલ- સાંસદ), ફૌઝિયા ખાન (એનસીપી- સાંસદ), રાજા રામ સિંહ (સીપીઆઈ- સાંસદ), મોહિબુલ્લાહ ખાન (બીજેડી- સાંસદ) પહોંચ્યા છે.
અમારા લોકો પોતાના મુદ્દા પર જાતે નિર્ણય લેશે - સલમાન ખુર્શીદ
વક્ફ સુધારા બિલ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારા સમુદાયે દેશ માટે બલિદાન આપ્યું છે. આપણો દેશ એકતાનું ઉદાહરણ હતો. હવે સાંસ્કૃતિક ઓળખ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં યુસીસી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. સરકાર અમારો મુદ્દો સમજી શકી નહીં. અમારા લોકો પોતાના મુદ્દાઓ જાતે નક્કી કરશે, તમારે દખલ ન કરવી જોઈએ. બંધારણ અમારો સાથ આપશે.
વકફ સુધારા બિલ પર વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યો છે: કિરેન રિજિજુ
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વકફ સુધારા બિલ અંગે મુસ્લિમ સમુદાયમાં મૂંઝવણ ફેલાવવામાં આવી રહી છે. દરેક શેરીમાં લાઉડસ્પીકર દ્વારા ખોટા સંદેશા ફેલાવવામાં આવી રહ્યા છે કે સરકાર વકફની જમીનો છીનવી લેશે અને કબ્રસ્તાનો પર કબજો કરશે. આ બધી વાતો ખોટી છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત કાયદા દ્વારા ચાલે છે. કોઈ કોઈની જમીન કેવી રીતે છીનવી શકે? આવું વિચારવું ખોટું છે અને આનાથી મોટું જૂઠ કોઈ હોઈ શકે નહીં. આજે જંતર-મંતર પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ સુધારા બિલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પહેલા કેન્દ્રીય મંત્રીનું આ સ્પષ્ટ વલણ સામે આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્નના જુદા જુદા ચાર કેસમાં કૃષિ દવા વેપારીને એક-એક વર્ષની જેલસજા
March 29, 2025 02:34 PMતું ગામડાની છો, તને કંઈ ખબર પડતી નથી પરિણીતાને પતિ સહિતનો ત્રાસ
March 29, 2025 02:29 PMશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech