રાજકોટ મહાનગરપાલિકાની વહીવટી પાંખ અને શાસકોની ગાડી અિકાંડ બાદ ધીમે ધીમ પાટે ચડી રહી છે. આવતીકાલે મહાપાલિકાની મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં લાખોના કામો કોન્ટ્રાકટની ૪૭ દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન માટે નવીનકોર લાખેણી ઈનોવા કાર ખરીદવાની દરખાસ્તને પણ લીલીઝંડી આપવામાં આવશે.
સ્ટેન્ડીંગ કમીટીની આવતીકાલની બેઠકમાં ૪૭ દરખાસ્તો પૈકી એવી કોઈ કરોડોના કામની કે, મહત્વપુર્ણ ખાસ એવી કોઈ દરખાસ્ત નથી. આવતીકાલની બેઠકમાં બિમાર કર્મચારીઓ કે તેમના બિમાર પરિવારજનોે માટે કરાવેલી સારવાર, શક્રિયાના ખર્ચના ચુકવણાની ૧૬ દરખાસ્તો સામેલ કરવામાં આવી છે.૪૭ દરખાસ્ત પૈકી સૌથી અંતિમ ૪૭મી દરખાસ્ત રાજકોટ મહાપાલિકાના પદાધિકારી માટે નવી ઈનોવા કાર ખરીદવા માટે મ્યુનિ. કમિશનર દ્રારા દરખાસ્ત મુકવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગોમાં વિવિધ કોન્ટ્રાકટ કે આઉટ સોસગ પર મેઈન પાવરની દરખાસ્તનો સમાવેશ થયો છે.
મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન માટે નવી ઈનોવા કાર ખરીદવા માટેની દરખાસ્ત પર કાલે નિર્ણય લેવામાં આવશે. જો કે, સત્તાવાર રીતે મતુ મારવાનું બાકી છે. આ દરખાસ્તનો શાસકો કે વિરોધ પક્ષ દ્રારા વિરોધ થાય તેવું કાંઈ છે નહીં. ૨૦૧૬ની સાલમાં મ્યુનિ. કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેન બન્ને માટે નવી ઈનોવા કાર ખરીદવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની આ સરકારી ઈનોવા કાર ૨.૨૫ લાખ કિલોમીટરથી વધુ ચાલી ગઈ છે. નવી ખરીદ કરવામાં આવનારી ઈનોવા કાર હાઈબ્રિડ કાર હશે જે સીટીમાં બેટરી પર ચાલશે અને જેની એવરેજ ૧૮ કિ.મી. થી વધુની હશેનો દાવોેેેેેેેેે કરાયો છે. નવી કાર ખરીદવા બાબતે એવું પણ જણાવાયું છે કે, વર્તમાન કાર જુની થઈ ગઈ હોવાથી અમદાવાદ કે ગાંધીનગર જવું હોય તો ૫ થી ૬ કલાક જેવો સમય લાગે છે. મ્યુનિ. કમિશનરની ઈનોવા કાર તો અગાઉ જ બદલી નખાઈ હતી. જયારે સ્ટેન્ડિીંગ કમીટી ચેરમેનની કાર ૭ વર્ષ બાદ બદલવામાં આવશે.
આ ઉપરાંત આવતીકાલની બેઠકમાં અન્ય દરખાસ્તોમાં રાજકોટ શહેરની હદમાં મૃત જાનવરોને ઉપાડવા અને નિકાલ કરવા માટેની ત્રિવાર્ષિક કોન્ટ્રાકટની મુદત વધારવા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે લોડર સહિતના નવા વાહનો ખરીદવા, ફાયર બ્રિગેડ વિભાગના વાહનોમાં મેઈન પાવર (આઉટ સોસગ પર ડ્રાઈવર) સપ્લાયના ત્રિવાર્ષિક કોન્ટ્રાકટમાં સામાન્ય હેવી વ્હીકલ ડ્રાઈવરને લઘુતમ વેતન દરમાં સમાવવા, વૃક્ષારોપણ, મહાપાલિકાના વર્ગ–૨ના અધિકારીઓને ૭મા પગાર પચં મુજબ પગાર ધોરણના સુધારણાનો લાભ આપવા સહિતની ૪૭ દરખાસ્તો મુકાઈ છે. જેના પર કાલે શાસકો દ્રારા નિર્ણય લેવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech