ખંભાળિયા શહેર એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય અને અહીં નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો પણ સંકળાયેલા હોવાથી દ્વારકા - અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનો સ્ટોપ અહીં મળે તે માટેની માંગ નગરજનોમાંથી ઉઠવા પામી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વધુ ઝડપી, આધુનિક અને સુવિધા યુક્ત ટ્રેન મુસાફરી મળે તે હેતુથી રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે પૈકી એક ટ્રેન દ્વારકાથી અમદાવાદ વચ્ચે પણ દોડે છે. પરંતુ આ ટ્રેનને ખંભાળિયાનો સ્ટોપ આપવામાં આવ્યો નથી. આ મુદ્દે અહીંની નાગરિક સમિતિના સેવાભાવી તબીબ ડો. એચ. એન. પડીયાએ આ ટ્રેનના અત્રે સ્ટોપની માંગ કરતા જણાવ્યું છે કે ખંભાળિયાથી અમદાવાદ જવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોનો ટ્રાફિક રહે છે. વેપારીઓ વહેલી સવારે અહીંથી નીકળી અને પોતાનું કામ પૂરું કરી અને રાત્રિના પરત આવી શકે જે બીજી કોઈ ટ્રેનમાં શક્ય નથી. વિદ્યાર્થીઓ પણ સમયસર પોતાના અભ્યાસના સ્થળે આ ટ્રેન મારફતે પહોંચી શકે.
રેલવે તંત્ર પણ આમ જનતાને વંદે ભારત જેવી ફાસ્ટ ટ્રેનની સુવિધા મળે તે માટે કાર્યરત છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયા શહેરને પણ આ ટ્રેનનો સ્ટોપ મળે તેવી માંગ સાંસદ પૂનમબેન માડમ સમક્ષ કરી, આ સુવિધા વહેલી તકે લોકોને પ્રાપ્ય થાય તે માટે જરૂરી પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech