જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ-370 ફરી લાગુ કરવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર, ભાજપનો હોબાળો

  • November 06, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ કલમ 370ને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરી દીધો છે. જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ રદ કરેલ વિશેષ રાજ્યનાં દરજ્જાને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો. 


પ્રસ્તાવમાં શું લખાયું છે?

પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 'જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા રાજ્યનો વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીના મહત્ત્વની પુષ્ટિ કરે છે. આ કલમ(370) જમ્મુ અને કાશ્મીરના લોકોના અધિકારો અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. જેને કેન્દ્રએ એકતરફી હટાવી દીધી હતી. જેના માટે કેન્દ્ર સરકારે વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીની પુનઃસ્થાપના કરવા માટે ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીરની સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. આ પ્રસ્તાવની જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવા માટે બંધારણીય માળખાને ફરીથી તૈયાર કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા આ માટે કેન્દ્ર સરકારને આહ્વાન કરે છે. વિશેષ રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાથી રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ વધુ મજબૂત થશે. જમ્મુ-કાશ્મીરના લોકોના  અધિકારોનું રક્ષણ થવું જોઈએ.'


ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કરી નારા લગાવ્યા

જેને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપના ધારાસભ્યોએ ઠરાવની નકલો ફાડી નાખી હતી. અને ધારાસભ્યોએ જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની ઓમર અબ્દુલ્લા સરકાર વિરુદ્ધ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.



ભાજપના ધારાસભ્યોએ '5 ઓગસ્ટ ઝિંદાબાદ', 'વંદે માતરમ', 'જય શ્રી રામ', 'પાકિસ્તાની એજન્ડા નહીં ચાલે', 'જમ્મુ-કાશ્મીર વિરોધી એજન્ડા નહીં ચાલે', 'રાષ્ટ્રવિરોધી એજન્ડા નહીં ચાલે' , 'સ્પીકર હાય-હાય'ના નારા  લગાવ્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વાંરવાર અડચણ ઊભી થઇ રહી હતી. અંતે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો પણ સામસામે આવી ગયા હતા. તેઓએ એકબીજા પર ખૂબ કટાક્ષ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News